સુરત,
પોતાના બાળકને સારામાં સારૂ શિક્ષણ મળી રહે તે માટે દરેક માતાપિતાની ઇચ્છા હોય સ્વભાવિક હોય પરંતુ સરકારી નહિ પણ સારામાં સારી ખાનગી શાળામાં પોતાના બાળકને પ્રવેશ મળે તે માટે દોડધાામ કરી દેતાં હોય છે.
તેમજ બાળકની પરિક્ષામાં કરવી જોઇએ તેવી મહેનતથી પ્રવેશ માટે વાલીઓ તનતોડ મહેનત કરતા હોય છે. મોટાભાગે લોકોની માનસિકતા એવી જ હોય છે કે સરકારી શાળા કરતાં ખાનગી શાળામાં સારૂ શિક્ષણ આપવામાં આવે છે.
પરંતુ એ લોકોની માનસિકતા તોડી નાખે તેવો દાખલો સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા 334 નંબરની શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓની પડાપડી થીય છે.
તેમજ બાળકોના પ્રવેશ માટે શાળામાં વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરકાાર દ્રારા પણ સરકારી શાળાઓને બદલે ખાનગી શાળાઓને જાણે પ્રોત્સાહિત કરી હોય એવું લાગી રહયું છે.