મુંબઇ,
દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા પછી રણવીર સિંહ એકવાર ફરી બોક્સ ઓફિસ પર ધમાલ મચવા માટે તૈયાર છે. રણવીરની ફિલ્મ ‘સિમ્બા’ ડીસેમ્બર 2018ના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. દીપિકા સાથે લગ્ન કર્યા પછી રણવીરની આ પ્રથમ ફિલ્મ હશે. લગ્ન પછી તરત જ રણવીર સિંહ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગયા છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે ફિલ્મનું પ્રથમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે.
‘સિમ્બા’નું પહેલું ડાન્સ સોંગ છે. આ ગીતને રણવીર સિંહ અને સારા અલી ખાન પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ બંને વીડીયોમાં જબરદસ્ત ડાન્સ કરતા જોઈ શકાય છે. જણાવીએ કે ગીતના બોલ ‘આંખ મારે’ છે. આ એક ફાસ્ટ બીટ સોંગ છે. ગીતની શરૂઆતમાં કરણ જોહર પણ જોવા મળશે. સાથે સાથે સોંગના વચ્ચે ગોલમાલ સીરીઝના કાસ્ટ પણ ડાન્સ કરતા જોવા મળશે. જેમાં તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમૂનો સમાવેશ થાય છે. આ સિવાય સોંગના અંતમાં અરશદ વારસી જોવા મળે છે.
જુઓ વીડીયો.
આપને જણાવી દઈએ કે આ સોંગ 1996ની ફિલ્મ ‘તેરે મેરે સપને’ના હીટ સોંગ ‘આંખ મારે’નું રીમેક છે. રિયલ સોંગ અરશદ વારસી અને પ્રિયા ગિલ પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. આ સોંગને કવિતા કૃષ્ણમૂર્તિ અને કુમાર સાનુએ ગાયું હતું અને આના બોલ આનંદ બખ્શીએ લખ્યા હતા.
જ્યારે નવા ગીતને કુમાર સાનુ, નેહા કક્કર અને મિકા સિંહ દ્વારા ગાયું છે. તેના શબ્દો શબીર અહમદ દ્વારા લખાયેલા છે આ ગીત સંગીત તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવ્યું છે.