Not Set/ તળાવનું પાણી ઓવરફ્લો થતા વસાહતમાં ઘૂસ્યું પાણી, 200થી વધુ લોકોનું સ્થળાંતર

પંચમહાલ પંચમહાલના કાલોલમાં છેલ્લા બે ત્રણ દિવસ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે કાલોલની મધ્યે આવેલ તળાવમાં પાણી ભરાઈ ગયું હતું. જેને પગલે કાલોલમાં આવેલી ઇન્દિરાનગર વસાહતમાં પાણી ઘુસી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી તેમજ લીલ અને કચરાની જમાવટ થઇ હતી. તળાવના પાણીના ભરાવાને લીધે 20૦થી વધુ રહીશો અને 50 ઉપરાંત પરિવારોનું અન્યત્ર સ્થળાંતર કરવામાં […]

Top Stories Gujarat Others Trending
gf 10 તળાવનું પાણી ઓવરફ્લો થતા વસાહતમાં ઘૂસ્યું પાણી, 200થી વધુ લોકોનું સ્થળાંતર

પંચમહાલ

પંચમહાલના કાલોલમાં છેલ્લા બે ત્રણ દિવસ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે કાલોલની મધ્યે આવેલ તળાવમાં પાણી ભરાઈ ગયું હતું. જેને પગલે કાલોલમાં આવેલી ઇન્દિરાનગર વસાહતમાં પાણી ઘુસી ગયા હતા.

gf 11 તળાવનું પાણી ઓવરફ્લો થતા વસાહતમાં ઘૂસ્યું પાણી, 200થી વધુ લોકોનું સ્થળાંતર

સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી તેમજ લીલ અને કચરાની જમાવટ થઇ હતી. તળાવના પાણીના ભરાવાને લીધે 20૦થી વધુ રહીશો અને 50 ઉપરાંત પરિવારોનું અન્યત્ર સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

અહી અમુક ઘરોની અંદર બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે. 30થી વધુ પરિવારોએ અહીથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભલે વરસાદે વિરામ લીધો છે. પણ અહી હાલ પણ વરસાદી પાણી ભરાઈ ગયેલા છે.

gf 12 તળાવનું પાણી ઓવરફ્લો થતા વસાહતમાં ઘૂસ્યું પાણી, 200થી વધુ લોકોનું સ્થળાંતર

આ સમસ્યા અહી વર્ષોથી હોવા છતા આ સમસ્યા હલ થઈ નથી. ફરી વખત આ ચોમાસાની ઋતુમાં અહી પાણી ભરવાનો સીલ સીલો યથાવત રહયો છે.

આ બનાવને પગલે સ્થાનિકોએ છેલ્લા ૨૦ વર્ષથી આવી જ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ કાલોલ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નહીં મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો.