Gandhinagar News/ બોગસ હથિયાર લાયસન્સ મેળવવાનો એક આરોપી વિશ્વ હિંદુ પરિષદનો! દાનની જાહેરાત કરી પણ VHPને મળ્યું નહીં

જેની પાસેથી પણ બોગસ હથિયાર લાયસન્સ સાથે 15 હથિયાર અને 489 કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે .

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાત ATSએ તાજેતરમાં અન્ય રાજ્યોમાંથી હથિયારો (Weapons) ખરીદવાના સંબંધમાં રાજ્યભરમાંથી ઘણા લોકોની ધરપકડ કરી છે. ATSની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓમાંના એક આરોપીનું નામ વિશાલ પંડ્યા (Vishal Pandya) છે, જે VHP કાર્યકર હોવાનું સામે આવ્યું છે. અગાઉ પાલડીમાં વાણીકર ભવનના નવીનીકરણ માટે વિશાલ પંડ્યાએ 4 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. આ મામલે VHP એ કહ્યું હતું કે જે દાન જાહેર કરવામાં આવ્યું હતું તેમાંથી એક રૂપિયો પણ મળ્યો નથી. પરંતુ 11 ડિસેમ્બર, 2024 ના રોજ વાણીકર ભવનના ભૂમિપૂજન કાર્યક્રમના વીડિયોમાં એવું કહેવામાં આવ્યું હતું કે 4 કરોડ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું હતું અને 1 કરોડ રૂપિયા પણ જમા થઈ ગયા હતા.

ગુજરાત ATSની ટીમને બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના કેસમાં કુલ 18 આરોપીની ધરપકડ કરી છે. હથિયારના શોખીન આ શખ્સોએ ગુજરાત બહારના રાજ્યોમાંથી લાખો રૂપિયાચુકવીને આ હથિયારો ખરીદ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત ATSસે ગત 8મી તારીખે બોગસ લાયસન્સ ધરાવનાર સાત આરોપીઓની ધરપકડ કરી કુલ 06 હથિયાર સહિત 135 કારતૂસ કબ્જે કર્યા હતા. જેની તપાસ અને રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી પણ બોગસ હથિયાર લાયસન્સ સાથે 15 હથિયાર અને 489 કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે.

જેમાં અનિલ ગૌરિશંકર રાવલ, અરજણ વિહા ભરવાડ, ભરત રામા ભરવાડ, દેહુલ રાજુ ભરવાડ, દેહુર બચુ ભોકરવા, જનક બલુ પટેલ, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા,   લાખા રઘુ ભરવાડ, મનિશ રમેશ રૈયાણી, નિતેશ ભાયા મિર, રમેશ ભોજા ભરવાડ, રિશિ ઉમેશભાઈ દેસાઈ, સમિર ભિખુ ગધેથરિયા, વિરાજ જોગા ભરવાડ, વિરમ સોંડા ભરવાડનો સમાવેશ થાયછે.

આ બોગસ હથિયાર લાયસન્સ કેસ માં ઝડપાયેલા 16 આરોપીઓ અગાઉ પકડાયેલ 7 આરોપી સેલાભાઇ વેલાભાઇ બોળીયા, વિશાલ મુકેશભાઇ પંડ્યા, અર્જુન લાખુભાઇ અલગોતર, ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, સદ્દામ હુસૈન, બ્રીજેશ ઉર્ફે બિહુ મહેતા તથા મુકેશ રણછોડભાઈ બાંભાના ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં સંપર્કમાં આવ્યા હતા ત્યારે આ 7 આરોપીઓ પાસે હથિયાર જોઈને પ્રભાવિત થઈ જઇને પોતાના માટે પણ લાયસન્સ પરવાનો લેવા માટેની વાત કરી હતી. જેને લઈને આ 16 આરોપીઓએ ગુજરાત રાજ્ય બહારના રાજ્યમાંથી 5 લાખ થી લઈને 25 લાખની રકમની ચૂકવણી કરીને હથિયાર લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા ત્યારે ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ 16 આરોપીઓએ આંગડિયા કે બેંક મારફતે પૈસા ચૂકવ્યા છે.

ગુજરાત ATSની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે અગાઉ ઝડપાયેલ મુખ્ય આરોપીઓની ટોળકી પોતાના ગ્રાહકોને આકર્ષવા માટેથી ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં પોતાની કમર પર હાથિયાર લટકડીને દેખાઈ શકે એ રીતે શૉ ઓફ કરતા ગયા જે જોઈને લોકો તેને પૂછતા હતા કે હથિયાર કઈ રીતે મળી શકે ત્યારે આ ગેંગ હથિયાર આપવા માટેની પ્રક્રિયા સમજાવતા જેમાં આધાર કાર્ડ, 3 વર્ષના ઇન્કમ ટેક્સ રીટર્ન સહિતના દસ્તાવેજ મેળવીને થોડા જ દિવસોમાં હથિયાર અને બોગસ હથિયાર લાયસન્સ આપી દેતા હતા. જેના બદલામાં નક્કી કરેલ રકમ ચૂકવવામાં આવતી હતી, જેમાં આ 16 આરોપીઓએ અલગ અલગ રકમ ચૂકવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત ATSની ટીમે બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના ગુનામાં કુલ 16 આરોપીને ઝડપી લીધા, 6 હથિયાર સહિત 135 કારતૂસ કબ્જે

આ પણ વાંચો:ગુજરાતમાં હવે નહીં છટકી શકે એક પણ ગુનેગાર, ‘અમોઘ’ ડ્રોન પોલીસનું નવું હથિયાર

આ પણ વાંચો:24 વર્ષથી વોન્ટેડ આરોપી બિહારથી ઝડપાયો, દેશી બોમ્બ સાથે લૂંટના પ્રયાસમાં હતો સામેલ, જીવલેણ હથિયારો સાથે હતો સજજ