Jamnagar News/ જામનગરમાં યુવતીને બ્લેકમેલ કરીને 3 નરાધમોએ મહિનાઓ સુધી દુષ્કર્મ આચર્યું

યુવતીએ સીટી એ ડીવીઝનમાં આવેલા પોલીસ મથકમાં 3 આરોપીઓ વિરુદ્ધ Rape ની ફરિયાદ નોંધાવી છે

Top Stories Gujarat Others

Jamnagar News : જામનગરમાં દુષક્ગુરમની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 21  વર્ષની યુવતીને ત્રણ નરાધમોએ મહિનાઓ સુધી ગોંધી રાખીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.  આ ઘટનામાં યુવતી સાથે સામુહિક Rape કરવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે યુવતીએ પોલીસમાં જાણ કરી હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ યુવતી છેલ્લા દોઢ વર્ષથી આરોપીના Rape નો ભોગ બની રહી હતી. ત્યારે આજરોજ તેણીએ સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, 21 વર્ષીય યુવતીએ સીટી એ ડીવીઝનમાં આવેલા પોલીસ મથકમાં 3 આરોપીઓ વિરુદ્ધ Rape ની ફરિયાદ નોંધાવી છે. જોકે આ યુવતી જામનગર શહેરમાં આવેલા પંચશ્વર ટાવર નજીક એક ફ્લેટમાં રહેતી હતી. તો આજથી આશરે દોઢ વર્ષ પહેલા જ્યારે યુવતી બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. ત્યારે તેના એક મિત્રે તેનો વીડિયો અને ફોટા પાડ્યા હતા. ત્યારબાજ થોડા દિવસો પછી યુવતીને મુખ્ય આરોપી દ્વારા આ વીડિયો અને ફોટો બતાવીને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી.તે ઉપરાંત મુખ્ય આરોપીએ યુવતીની સાથે Rape કરવાનું શરૂ કર્યું હતું.

પરંતુ આ સમયગાળા દરમિયાન આરોપીએ તેના અન્ય બે મિત્રો સાથે પણ યુવતીને શારીરિક સંબંધ બંધવા માટે દબાણ કર્યું હતું. જે બાદ મુખ્ય આરોપીના બંને મિત્રોએ મળીને આ 21 વર્ષની યુવતી સાથે Rape કર્યું હતું. ત્યારે આશેર દોઢ વર્ષ સુધી આ 3 નરાધમોએ મળીને યુવતીને પીંખી નાખી હતી. અંતે યુવતીએ કંટાળીને પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આરોપીઓેને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર

આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ

આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’