Not Set/ વધુ એક પ્રેમી ‘રેફ્યુઝી’ પ્રેમિકાને મળવા પાકિસ્તાન જઈ રહ્યો હતો અને કચ્છ સરહદ થયું આવું…

પ્રેમમાં પાગલ પ્રેમી પોતાની પ્રેમિકાને પામવા સાત સમુદ્ર પણ પાર કરી જતા હોય છે. પોતાના પ્રેમને મળવા દેશની સરહદ પણ કરી જતા હોય છે. આવું તમે ફિલ્મોમાં તો જોયું જ હશે, પરંતુ આવું હવે વાસ્તવિકમાં પણ બન્યું છે. જ્યાં પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા મહારાષ્ટ્રના યુવકે દેશની સરહદ પાર કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તે […]

Gujarat Others
b0293eb9cbe8bf3b33693401233813a6 વધુ એક પ્રેમી 'રેફ્યુઝી' પ્રેમિકાને મળવા પાકિસ્તાન જઈ રહ્યો હતો અને કચ્છ સરહદ થયું આવું...

પ્રેમમાં પાગલ પ્રેમી પોતાની પ્રેમિકાને પામવા સાત સમુદ્ર પણ પાર કરી જતા હોય છે. પોતાના પ્રેમને મળવા દેશની સરહદ પણ કરી જતા હોય છે. આવું તમે ફિલ્મોમાં તો જોયું જ હશે, પરંતુ આવું હવે વાસ્તવિકમાં પણ બન્યું છે. જ્યાં પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા મહારાષ્ટ્રના યુવકે દેશની સરહદ પાર કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તે તેની પ્રેમિકાને મળી શક્યો ન હતો. કેમ કેમ રસ્તામાં જ તેને BSF એ ઝડપ્યો હતો.

શું છે મામલો

આપને જણાવી દઈએ કે રાપરના ખડીર પંથકમાં છેલ્લાં બે-એક દિવસથી એક અજાણ્યો યુવક બાઈક લઈ રઝળપાટ કરતો હતો. જાગૃત ગ્રામજનોને શંકા ગઈ હતી પણ કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહતું. જે બાદ એકાએક પૂર્વ કચ્છ પોલીસ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એક્ટિવ થઈ સ્થાનિક ગ્રામજનોની પૂછતાછ કરતાં અજાણ્યા યુવકના વિશે જાણવા મળ્યું હતું.

કહેવાય છે કે આ યુવકે એક-બે જણને પૂછ્યું પણ હતું કે પાકિસ્તાન જવા માટે બીજો કયો રસ્તો સવળો પડે? કચ્છ પોલીસ એક્ટિવ થઈ તેનું કારણ મહારાષ્ટ્ર પોલીસ હતી અને અંતે આ યુવક રણમાં રસ્તો ભટકી જતાં ખાવડા નજીક કાઢવાંઢ પાસે બોર્ડર સિક્યોરીટીના હાથે ઝડપાઈ ગયો છે.

પૂર્વ કચ્છ પોલીસે રાપરના અંતરિયાળ ખડીર વિસ્તારમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ યુવક બે-એક દિવસથી બાઈક લઈને ફરતો હતો. છેવટે તે પાકિસ્તાન તરફ ગયો હતો. પોલીસે રણમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં એક સ્થળેથી કાદવમાં ફસાયેલું બાઈક મળી આવ્યું હતું. કાદવમાં યુવકના પગલાં પાકિસ્તાન તરફ આગળ જતાં જોવા મળ્યાં હતા. વરસાદના કારણે રણમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હોઈ બાઈક કળણમાં ફસાઈ ગયું હતું. જેથી યુવક પગપાળા જ પાકિસ્તાન તરફ નીકળ્યો હતો.

પાકિસ્તાની યુવતી અને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદનો સિદીકી મોહમદ જીસાનુદ્દીન મહમદ સલીમુદ્દીન યુવક કેવી રીતે પરિચયમાં આવ્યા તે તો હવે તેની પૂછપરછ બાદ જ ખબર પડે પણ પોતાના પ્રેમને મળવા તે ઘર ત્યજી પાકિસ્તાન જવા નીકળી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.