Not Set/ જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ડાયમંડ ઉદ્યોગ અપીલ

ડાયમંડ અગ્રણી સંસ્થાઓ દ્વારા બેઠકમાં જોડાયેલા 300 જેટલા હીરા ઉદ્યોગકારોને વર્તમાન પરિસ્થિતિ સુધરે તે માટે વોલીયેન્ટ્રી રફ હીરાની ઇમ્પોર્ટ આગામી 15મી ઓક્ટોબરથી બે માસ સુધી બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે.

Gujarat Surat
Mantavyanews 104 જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ડાયમંડ ઉદ્યોગ અપીલ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ સહિત અલગ અલગ અગ્રણી સંસ્થાઓની મળેલી વર્ચ્યુલી બેઠકમાં આગામી 15 ડિસેમ્બર સુધી રફ હીરાનું ઇમ્પોર્ટ ન કરવા માટેની અપીલ હીરા ઉદ્યોગકારોને કરવામાં આવી છે. દિવાળી સુધી રત્ન કલાકારોને પૂરતું કામ મળી રહે તે માટે પરિસ્થિતિને અનુરૂપ હીરા કારખાનાઓ ચાલુ રાખવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ ન હોવાના કારણે નિકાસમાં પણ ઘટાડો થયો હોવાનું ડાયમંડ અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું છે. ડાયમંડ અગ્રણીના જણાવ્યા અનુસાર છેલ્લા દોઢ વર્ષમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીના કારણે ઈમ્પોર્ટમાં 18 ટકા અને એક્સપોર્ટમાં 28% નો ઘટાડો થયો છે. સુરતના હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધરે અને રક્ત કલાકારોને પણ કોઈ હાલાકીનો સામનો કરવો પડે તે માટે આ નિર્ણય મળેલી બેઠકમાં કરવામાં આવ્યો છે.

સુરત ડાયમંડ ઇન્સ્ટિટયૂટના ચેરમેન દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે, વર્ષ 2008ની આર્થિક મંદી અને વર્ષ 2020માં ઉદભવેલી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગને યોગ્ય બજાર મળી રહે તે માટે જે તે સમયે GJEPC દ્વારા અલગ અલગ ડાયમંડ અગ્રણી સંસ્થાઓ સાથે મળી વોલીયેન્ટ્રી તરીકે રફ હીરાનું ઇનપુટ બંધ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. જે અપીલના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ફાયદો થયો હતો. તેવી જ પરિસ્થિતિ વર્તમાન સમયમાં હાલ જોવા મળી રહી છે. હાલ સુરતના હીરા ઉદ્યોગમાં ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના નેજા હેઠળ સુરત ડાયમંડ બુર્સ, બોમ્બે ડાયમંડ મર્ચન્ટ એસોસિયેશન,ભારત ડાયમંડ બુર્સ સહિત અલગ અલગ ડાયમંડ અગ્રણી સંસ્થાઓ સાથે વર્ચ્યુલી બેઠક કરવામાં આવી હતી.

ડાયમંડ અગ્રણી સંસ્થાઓ દ્વારા બેઠકમાં જોડાયેલા 300 જેટલા હીરા ઉદ્યોગકારોને વર્તમાન પરિસ્થિતિ સુધરે તે માટે વોલીયેન્ટ્રી રફ હીરાની ઇમ્પોર્ટ આગામી 15મી ઓક્ટોબરથી બે માસ સુધી બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. જેથી સુરતના હીરા ઉદ્યોગ અને તેનો ફાયદો મળી શકે. છેલ્લા દોઢ વર્ષમાં સુરતના હીરા ઉદ્યોગમાં ઈમ્પોર્ટ 18% અને એક્સપોર્ટ 28% જેટલું ઘટયું છે. આવી પરિસ્થિતિ વચ્ચે હીરા બજારમાં પરિસ્થિતિ સુધરે તે માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુમાં દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય લેવાના કારણે રફની સપ્લાય ઓછી થશે અને પ્રોડક્શનમાં પણ ઘટાડો થશે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હાલ પ્રોડક્શન થવાનું નથી. તેવો એક પ્રકારનો માહોલ ઉભો થશે. જે કોઈપણ ડિમાન્ડ રહેલી હશે તે ડિમાન્ડ પણ રિકવરી થશે. ઉપરાંત કટ એન્ડ પોલીશડ ડાયમંડના ભાવોમાં થતો ઘટાડો પણ અટકી શકશે. જે તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે રત્ન કલાકારોની રોજગારીના પ્રશ્ન મુદ્દે પણ બેઠકમાં કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જે પરિસ્થિતિ વચ્ચે હીરા કારખાનાઓ ચાલી રહ્યા છે તે જ પરિસ્થિતિમાં દિવાળી સુધી કારખાનાઓ ચાલુ રાખવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

15 મી ડિસેમ્બર સુધી રફ ઇમ્પોર્ટ કરવાનો સમય ગાળો આપવામાં આવ્યો છે. ત્યાં સુધી તમામ હીરા ઉદ્યોગકારો દ્વારા રફની સપ્લાય પણ મેળવી લેવામાં આવશે. જે બાદ દિવાળી વેકેશન પડવાનું છે. દર વર્ષે 20થી 22 દિવસ સુધીનું હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન હોય છે. આમ દિવાળી વેકેશન અને અન્ય પંદર દિવસનો સમયગાળો માનીને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના કારણે હીરા બજારમાં એક પોઝિટિવ વાતાવરણ ઊભું થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ નિર્ણય હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારો તરફી લેવામાં આવ્યો છે. હીરા ઉદ્યોગમાં એક ભયનો માહોલ ઉભો થાય તે પ્રકારની ચિંતા આ મિટિંગમાં વ્યક્ત કરવામાં આવી હતી. રત્ન કલાકારોના બે અલગ અલગ યુનિયનો દ્વારા પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી રજૂઆત કરવામાં આવી હતી. જે ચિંતાને ધ્યાનમાં રાખીને હીરા કારખાનાઓમાં મેન્યુફેક્ચરિંગ ચાલી રહ્યું છે તે પરિસ્થિતિમાં જ ચાલુ રાખવા માટે ની સૂચના પણ આપવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ રત્ન કલાકારોની દિવાળી ન બગડે તર માટે હીરા કારખાનાઓ બંધ ન કરવા માટેની પણ અપીલ કરાઈ છે. આ ઇન્ડસ્ટ્રીએ ક્યારેય પણ એક તરફી નિર્ણય કર્યો નથી. જ્યાં ઇન્ડસ્ટ્રીઝ અને રત્ન કલાકારો ની ચિંતા પણ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ કરતું હોય છે. દિવાળી સુધી રત્ન કલાકારોને કામ મળી રહે તે માટે તમામ લોકો હાલ પ્રયત્નો કરી રહ્યા છે. જેની સામે નેચરલ ડાયમંડ ન હોય તો તેની સામે સીવીડી સહિત અન્ય ડાયમંડનું ઇમ્પોર્ટ કરી રત્ન કલાકારોને હાલ રોજગારી આપી રહ્યા છે. દિવાળી સુધીમાં હીરા ઉદ્યોગમાં પરિસ્થિતિમાં સુધાર આવે તેના પર સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે કે દિવાળી વેકેશન લંબાવવામાં આવે છે કે પછી ટૂંકાવવામાં આવે છે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી