દુર્ઘટના ટળી/ રેલ્વે ક્રોસિંગ પર ST બસ અધવચ્ચે જ પડી બંધ, મુસાફરોના જીવ તાળવે ચોટયાં

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મલાવ રેલવે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા બસમાં સવાર મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા

Gujarat Others
m3 3 3 રેલ્વે ક્રોસિંગ પર ST બસ અધવચ્ચે જ પડી બંધ, મુસાફરોના જીવ તાળવે ચોટયાં

સરકારી બસોમાં મુસાફરી કરતાં લોકોને અવાર નવાર વિવિધ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તો હાલમાં વલસાડ ખાતે રેલ્વે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે એક સરકારી એસટી બસ ક્રોસિંગ વચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. ડ્રાઇવરના અનેક પ્રયાસો બાદ પણ બસ ચાલુ થઈ ના હતી. જેને લઈ બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મલાવ રેલ્વે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા બસમાં સવાર મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે રેલ્વે ક્રોસિંગ પર જ ખોટવાઈ ગયેલી બસને મુસાફરોએ નીચે ઉતારીને ધક્કા મારી અને બસને રેલવેના ટ્રેક પરથી દૂર કરવા ની ફરજ પડી હતી.  બનાવને લઈ આસપાસના વિસ્તારના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે ટ્રેન પહોંચે એ પહેલા જ બસને રેલ્વે ક્રોસિંગ  ટ્રેક પરથી દૂર કરતા એક મોટી દુર્ઘટના ટળી હતી.

bhavanagar 1 રેલ્વે ક્રોસિંગ પર ST બસ અધવચ્ચે જ પડી બંધ, મુસાફરોના જીવ તાળવે ચોટયાં

બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મલાવ રેલવે ફાટક પર આજે અંબાજીથી ઉમરગામ તરફ જઈ રહેલી એસટી બસ ખોટવાઈ ગઈ હતી.  અંબાજી થી ઉમરગામ જઈ રહેલી આ એસટીની સ્લીપર કોચ બસ છે. જે લાંબા રૂટ પર દોડે છે. ત્યારે આજે સવારે આ બસ જ્યારે મલાવ રેલ્વે ક્રોસિંગ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે રેલ્વે ટ્રેક પર પહોંચતા જ બસ ખોટવાઈ ગઈ હતી. અને રેલવે ટ્રેક પર જ આ સ્લીપર કોચ બસ અટકી ગઈ હતી. આથી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા.

જોકે તાત્કાલિક બસમાં સવાર લોકો નીચે ઉતરી ગયા હતા.  અને ફાટક પરથી પસાર થતા અન્ય રાહદારીઓ અને વાહન ચાલકો સાથે આસપાસના લોકોએ રેલ્વે ક્રોસિંગ પર અટકી ગયેલી બસને ધક્કો મારી અને ટ્રેક પરથી દૂર કરી હતી. આમ રેલ્વે ટ્રેક પર કોઈ ટ્રેન પહોંચે એ પહેલા જ બસને ધક્કો મારી અને રેલ્વે ટ્રેક પરથી દૂર કરતાં લોકો અને બસમાં સવાર મુસાફરો એ હાશકારો અનુભવ્યો હતો. જો કે આસપાસના લોકો અને બસમાં સવાર મુસાફરોની સમયસૂચકતાને કારણે તાત્કાલિક બસને ટ્રેક પરથી દૂર કરતા એક મોટી દુર્ઘટના ટળી હતી.

જાયે તો જાયે કહાં /કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં દમ ઘૂંટાય છે! ટિકિટની રાહ જુએ છે,મળે તો ભાજપ નહીં તો ફરી ઘરવાપસી કરવાના ફિરાક માં…….