World News : ઉત્તર કોરિયાએ એપ્રિલના પહેલા સપ્તાહમાં પોતાના સૌથી ઘાતક હાઈપર સોનિક મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. ત્યારબાદથી અમેરિકા ડરેલું છે. અમેરિકાએ ચિંતા જાહેર કરતા કહ્યું કે ઉત્તર કોરિયા પાસે દુનિયાને બરબાદ કરી નાંખતા હથિયારો છે. જેનો ઉપયોગ તે અમેરિકા વિરૂધ્ધ કરી શકે છે. આ હથિયારો પોતાના તમામ વિસ્તારોને નિશાન બનાવે તેવી ચિંતા અમેરિકાને છે. ઉત્તર કોરિયાએ 2 એપ્રિલ 2024 ના રોજ દુનિયાના સૈથી વધુ ખતરનાક હથિયાર ટેક્નોલોજીનું પરિક્ષણ કર્યું હતું. આ એક હાઈપરસોનિક મિસાઈલ છે.
આ મિસાઈલની ઉપર લાગેલા હાઈપરસોનિક ગ્લાઈડ વોરહેડ 101 કિલોમીટરની ઉંચાઈ પર ગયા બાદ રોકેટથી અલગ થઈ ગયું હતું. ત્યારબાદ તેણે 1000 કીમીનું અંતર પૂરૂ કર્યું હતું. આ અંતર તેણે સાઉન્ડની સ્પીડથી પાંચ ગણી વધુ ઝડપે હાસિંલ કર્યું હતું. તે દક્ષિણ કોરિયા અને જાપાનના વચ્ચે સમુદ્દમાં જઈને પડ્યું હતું. જાપાન અને દશ્રિણ કોરિયાએ પણ કહ્યું કે આ મિસાઈલે 600 કીમી ઉડાન ભરી હતી.
આ મિસાઈલના લોન્ચિંગ સમયે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ પણ હાજર હતા. તેમણે દાવો કર્યો હતો કે આ મિસાઈલ મધ્યથી લાંબા અંતરને ટાર્ગેટ કરી શકે છે. આ એક સોલિડ ઉયુલ વાળી હાઈપર સોનિક મિસાઈલ છે. અમેરિકા અને તેના પડોશીઓને ધમકાવવા તેનું પરિક્ષણ કરાયું હતું.
આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. કિમ જોંગે પરિક્ષણ સફળ હોવાનું કહ્યું હતું. આ મિસાઈલ રાજધાની પાસેના કોઈ અજાણ્યા સ્થળેથી લોંચ કરાઈ હતી.
આ પણ વાંચો:Iran Seized Ship/ઇરાને જપ્ત કરેલ જહાજમાં સવાર પાકિસ્તાની નાગરીકોને કરશે મુક્ત, 17 ભારતીયોને કયારે આપશે મુક્તિ
આ પણ વાંચો:Heavy Rain/ગલ્ફ દેશો જળબંબાકાર, 82 લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:Canada/કેનેડામાં સોનાની સૌથી મોટી ચોરીમાં માત્ર એક કિલો જ ઝડપાયું, કેસમાં 6 આરોપીની ધરપકડ, ત્રણની શોધ ચાલુ