TELANGANA/ તેલંગાણામાં “ભગવા કપડાં”ને લઈને હંગામો, શાળામાં ઘૂસીને તોડફોડ; આચાર્યને માર માર્યો

તેલંગાણાના મંચેરિયલ જિલ્લાની એક શાળામાં પ્રિન્સિપાલ પર હુમલો અને પરિસરમાં ઘૂસીને તોડફોડનો મામલો સામે આવ્યો છે.

India Trending
YouTube Thumbnail 2024 04 18T155807.353 તેલંગાણામાં "ભગવા કપડાં"ને લઈને હંગામો, શાળામાં ઘૂસીને તોડફોડ; આચાર્યને માર માર્યો

Telangana News: તેલંગાણાના મંચેરિયલ જિલ્લાની એક શાળામાં પ્રિન્સિપાલ પર હુમલો અને પરિસરમાં ઘૂસીને તોડફોડનો મામલો સામે આવ્યો છે. મામલો એક મિશનરી સ્કૂલનો છે. જ્યાં આચાર્યએ વિદ્યાર્થીઓ ધાર્મિક પોશાકમાં હોવા અંગે પૂછપરછ કરી હતી. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ તેનો વિરોધ કર્યો. ગુસ્સે ભરાયેલા ટોળાએ શાળામાં ઘૂસીને તોડફોડ શરૂ કરી હતી. આ દરમિયાન શાળાના કર્મચારીઓને પણ માર મારવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ પર પણ ગુસ્સો ઠાલવવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

બે લોકો સામે નોંધાયો કેસ

એક અહેવાલ મુજબ, પોલીસે બે લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વાલીઓએ બે સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ધાર્મિક લાગણી દુભાવવાની અને ધર્મના આધારે નફરત ફેલાવવાનો પ્રયાસ કરવાની કલમ ઉમેરવામાં આવી છે. મામલો શાંત થયો નથી. લોકોએ આચાર્ય પાસે માફી માંગવાની માગ કરી છે.

આ શાળા રાજધાની હૈદરાબાદથી 250 કિમી દૂર કન્નેપલ્લી ગામમાં આવેલી છે. પ્રિન્સિપાલ કેરળના છે, જેમણે જોયું કે કેટલાક વિદ્યાર્થીઓ ભગવા કપડા પહેરીને આવ્યા હતા. જ્યારે પ્રિન્સિપાલને પૂછવામાં આવ્યું તો વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ 21 દિવસથી હનુમાન દીક્ષાનું પાલન કરે છે. જે બાદ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને તેમના પરિવારજનોને બોલાવવાનું કહ્યું હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

જે બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રિન્સિપાલ બાળકોને શાળામાં કેસરી વસ્ત્રો પહેરવા દેતા નથી. જે બાદ લોકોનું ટોળું શાળામાં ઘુસી ગયું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો ધાર્મિક નારા લગાવી રહ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે.

આ દરમિયાન શિક્ષકો હાથ જોડીને જોવા મળ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારબાદ લોકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા. વીડિયોમાં પ્રિન્સિપાલ પણ ઘેરાયેલા જોઈ શકાય છે. ભીડ તેને મારતી જોવા મળી રહી છે. બાદમાં તેમના પર તિલક લગાવવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ

આ પણ વાંચો:77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થશે, જાણો યુએનના રિપોર્ટમાં શું છે નવો ખુલાસો?

આ પણ વાંચો:‘આઈએએસ’ બનવા માટે કર્યો અદ્ભુત ગુનો, એવા સમાચાર વાયુવેગે ફેલાવ્યા કે કલેક્ટરે પણ  મીઠાઈ ખવડાવી