દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઇ શહેરની એક હોસ્પિટલમાં આગની ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. આ આગનાં કારણે 10 લોકોનાં મોત નીપજ્યાં છે.
સાચવજો સંક્રમણ વધ્યું / અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, વધુ આટલાનો થયો ઉમેરો
જણાવી દઇએ કે, આગ ભાંડુપ વિસ્તારમાં સ્થિત મોલમાં લાગી હતી. પરંતુ આ મોલનાં ત્રીજા માળે એક હોસ્પિટલ પણ હતી. આ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ હાજર હતા. મોલમાં લાગેલી આગ ત્રીજા માળે પહોંચી હતી અને 2 બાળકોનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે મોર્ચો સંભાળ્યો હતો અને આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. આપને જણાવી દઇએ કે, આ દરમિયાન આગ પર કાબૂ મેળવવા માટે 20 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. જણાવી દઇએ કે, હોસ્પિટલમાં 70-80 દર્દીઓ હતા.
https://twitter.com/ANI/status/1375342243641356291?s=20
પર્દાફાશ / રાજકોટમાં પાનની દુકાનમાં આયુર્વેદિક બિયરના નામે આલ્કોહોલનું વેચાણ, પોલીસે 1260 બોટલો કરી જપ્ત
આપને જણાવી દઇએ કે, મોડી રાત્રે 11.30 વાગ્યે આ આગ લાગી હતી. આગ કેવી રીતે શરૂ થઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. વળી, હોસ્પિટલની અંદર એક શોધખોળ પણ કરવામાં આવી રહી છે કે ક્યાંય કોઈ દર્દી ફસાયો તો નથી. આ ઘટના અંગે માહિતી આપતાં ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું હતું કે, લગભગ 90 થી 95 ટકા દર્દીઓ બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે લોકોનાં મોત નીપજ્યાં છે.
તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. આ ઘટના અંગે મુંબઇનાં મેયરે કહ્યું કે, મેં પહેલીવાર મોલની અંદરની હોસ્પિટલ જોઇ છે. આગ લાગવાની તપાસ કરવામા આવી રહી છે. કોરોના દર્દીઓ સહિત અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…