Election Result/ પરિણામનો સમય આવી ગયો, ચાર રાજ્યોમાં ટૂંક સમયમાં જ મતગણતરી થશે શરૂ…

પાંચમાંથી ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

Top Stories India
WhatsApp Image 2023 12 03 at 7.32.42 AM પરિણામનો સમય આવી ગયો, ચાર રાજ્યોમાં ટૂંક સમયમાં જ મતગણતરી થશે શરૂ...

દેશના પાંચ રાજ્યોમાં નવી વિધાનસભાની રચના માટે પડેલા મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામની નજર મત ગણતરીના પરિણામો પર ટકેલી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મત ગણતરીની સાથે આ પરિણામોને ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યા છે.

બંને મુખ્ય પક્ષો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તામાં આવવાની આશા રાખી રહ્યા છે, જ્યારે તેલંગાણામાં સતત 10 વર્ષથી સત્તામાં રહેલી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) જીતની હેટ્રિક ફટકારવાની આશા રાખી રહી છે. આ અપેક્ષાઓ નક્કી કરવા માટે, મધ્યપ્રદેશની 230 બેઠકો, છત્તીસગઢની 90 બેઠકો, તેલંગાણાની 119 બેઠકો અને રાજસ્થાનની 199 બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે રવિવારે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. બીજી તરફ પાંચમા રાજ્ય મિઝોરમમાં ચૂંટણી પંચે મતગણતરી એક દિવસ એટલે કે સોમવાર સુધી સ્થગિત કરી દીધી છે.

ઉલ્લેખનિય છે કે, સાત નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મિઝોરમની તમામ 40 બેઠકો અને છત્તીસગઢની 90માંથી નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્તરની 20 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ પછી, 17 નવેમ્બરના રોજ, છત્તીસગઢીની બાકીની 70 બેઠકો સિવાય મધ્ય પ્રદેશની તમામ 230 બેઠકો પર વિવિધ પક્ષોના 2,533 ઉમેદવારો માટે મતદાન થયું હતું. છત્તીસગઢમાં 75.08 ટકા મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં 80 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. 25 નવેમ્બરે રાજસ્થાનની 200માંથી 199 બેઠકો પર 1800થી વધુ ઉમેદવારો માટે 75.45 ટકા મતદાન થયું હતું, જ્યારે તાજેતરમાં જ 30 નવેમ્બરે તેલંગાણામાં 119 બેઠકો પર 2290 ઉમેદવારો માટે 63.94 ટકા મતદાન થયું હતું.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: