Not Set/ ન્યાયમૂર્તિ કર્ન્ન બનાવી રાજકીય પાર્ટી, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડશે

કોલકાતા, કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ન્યાયધીશ સી.એસ. કર્ન્ન ‘એન્ટી કરપ્શન ડાયનામિક પાર્ટી’ નામના રાજકીય પક્ષની રચના કરી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પણ લડશે. કર્ન્નને કહ્યું છે કે આગામી ચૂંટણીમાં તેઓ ફક્ત મહિલા ઉમેદવારને જ ચૂંટણીમાં ઉતારશે. તેમણે કહ્યું હતુ કે, તેમની પાર્ટી વારાણસી સહીત સમગ્ર દેશમાં ચૂંટણી લડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદ છે. […]

Top Stories India Trending
1489127985Justice C S Karnan ન્યાયમૂર્તિ કર્ન્ન બનાવી રાજકીય પાર્ટી, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડશે

કોલકાતા,

કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ન્યાયધીશ સી.એસ. કર્ન્ન ‘એન્ટી કરપ્શન ડાયનામિક પાર્ટી’ નામના રાજકીય પક્ષની રચના કરી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પણ લડશે. કર્ન્નને કહ્યું છે કે આગામી ચૂંટણીમાં તેઓ ફક્ત મહિલા ઉમેદવારને જ ચૂંટણીમાં ઉતારશે. તેમણે કહ્યું હતુ કે, તેમની પાર્ટી વારાણસી સહીત સમગ્ર દેશમાં ચૂંટણી લડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદ છે.

જસ્ટિસ કર્ન્નને કહ્યું હતું હતું કે, “મારી પાર્ટી આગામી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાગ લેશે. અમે બેઠકોની સંખ્યા અંગે નિર્ણય કરીશું પંતુ ફક્ત મહિલા ઉમેદવારોને જ મેદાનમાં ઉતારીશું.” તેમણે કહ્યું હતું કે, “અમે અમારા પક્ષના રજિસ્ટ્રેશનની માટે મુખ્ય ચૂંટણી કમિશનરનો સંપર્ક કરી રહ્યા છીએ.” કર્ણને કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, દેશમાંથી ભ્રષ્ટાચારનો ખાત્મો થઈ જાય.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ કર્ન્નને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 20 જજો ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને સીધો જ વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટની અવગણનાની માટે દોષિત માનીને તેમને છ મહિનાની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટના સાત જજોની બેંચે જસ્ટિસ કન્નને ની તુરત જ ધરપકડ કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશ પછી કન્નને ની ધરપકડ પણ કરવામાં આવી હતી.