Political/ આજકાલ રાજકારણમાં પ્રમાણિક વ્યક્તિ માટે કોઈ સ્થાન નથી-આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરેએ શનિવારે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આવવા ઈચ્છતા શિવસેનાના બળવાખોરો માટે માતોશ્રીના દરવાજા ખુલ્લા છે.

Top Stories India
2 55 આજકાલ રાજકારણમાં પ્રમાણિક વ્યક્તિ માટે કોઈ સ્થાન નથી-આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્રમાં હાલ રાજકીય માહોલ ગરમાયું  છે,એકબાજુ શિવસેનાના બાગી ધારાસભ્યો સાથે ભાજપે સરકાર બનાવી લેતા હાલ પરિસ્થિતિ વધુ પેચીદી બની ગઇ છે, આજે 22 દિવસ વિતી ગયા છંતા પણ કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યુ નથી, એકબાજુ શિંદે જૂથ અને ઉદ્વવ ઠાકરે વચ્ચે ગજગ્રાહ થયો છે, હવે શિવસેનાની અસતિસ્વની લડાઇ ચાલી રહી છે ત્યારેયુવા સેનાના પ્રમુખ અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ શનિવારે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આવવા ઈચ્છતા શિવસેનાના બળવાખોરો માટે માતોશ્રીના દરવાજા ખુલ્લા છે. આદિત્ય ઠાકરેએ કહ્યું, “ઠાકરેની શિવ સંવાદ યાત્રાનો આજે બીજો દિવસ છે.” પૂર્વ મંત્રીએ પૈઠાણ તાલુકાના બિડકીન જતા પહેલા મીડિયાને કહ્યું. પૈઠાણ બળવાખોર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સંદીપન ભુમરેનો વિધાનસભા મત વિસ્તાર છે. બાદમાં તેમણે ગંગાપુર જિલ્લામાં પાર્ટીના સભ્યો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે તેઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઠાકરે અને શિવસેના પ્રત્યે પ્રેમ અને લાગણી દર્શાવનારા લોકોના આશીર્વાદ લેવા શિવ સંવાદ યાત્રામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે

 આદિત્ય ઠાકરેએ કહ્યું,  કે રાજકારણમાં પ્રામાણિક વ્યક્તિ માટે કોઈ સ્થાન નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની મુલાકાત દરમિયાન છેલ્લા બે દિવસમાં ઘણા લોકોએ તેમને માર્ગો પર આવકાર્યા છે અને એકનાથ શિંદેના બળવાખોર તેબર પછી રાજ્યમાં જે બન્યું તેના પર લોકોએ નાખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેમણે તેમના વર્તમાન પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને તેમણે જનતાના નવા આદેશનો સામનો કરવો જોઈએ. “જો લોકો તેમને જનાદેશ આપશે, તો અમે તેને સહર્ષ સ્વીકારીશું,