Banaskantha/ બનાસકાંઠાના ધાનેરામાંથી 12 કિલોગ્રામ ચાંદી ઝડપાઈ

નેનાવા ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન બસમાંથી ચાંદી જપ્ત

Gujarat Top Stories
Beginners guide to 2024 04 17T144524.352 બનાસકાંઠાના ધાનેરામાંથી 12 કિલોગ્રામ ચાંદી ઝડપાઈ

 

Gujarat News : લોકસભાની ચૂંટણીને પગલે ઠેર ઠેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બનાસકાંઠાના ધાનેરામાંથી 12 કિલોગ્રામ ચાંદી ઝડપાઈ હતી.

બનાસકાંઠાના ધાનેરામાં  નેનાવા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા ચેંકિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન પોલીસે એક બસમાં ચેકિંગ કરતા તેમાંથી 12 કિલોગ્રામ ચાંદી મળી આવી હતી. તપાસમાં બસ ડ્રાઈવર દ્વારા ચાંદીની હેરાફેરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ડ્રાઈવરે તેની સીટ નીચે આ ચાંદી સંતાડી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં જોધપુરના એક વેપારીએ ચાંદી ડીસા મોકલી હોવાનું બહાર આવ્યું છે.

લોકસભાની ચૂંટણીને પગલે દારૂ, રોકડ રકમ, સોના ચાંદી તથા અન્ય ચીજોની મોટા પાયે હેરાફેરી થતી હોય છે. જેને પગલે પોલીસ દ્વારા ઠેર ઠેર બેરીકેડ લગાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

આ પણ વાંચોઃ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત, એકનું મોત અને એક ઇજાગ્રસ્ત