Not Set/ વિવાદ/ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટ્યાનો આક્ષેપ,પેપરમાં પ્રતિબંધિત શબ્દ વપરાયો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 3700 જગ્યા માટે આજે બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા માટે ગુજરાતભરમાંથી 10.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે આ પરીક્ષા વિવાદમાં આવી છે. આ પરીક્ષા સમયે પેપર ફૂટી ગયા હોવાના આરોપ મુકવામાં આવ્યો છે સાથે સાથે પ્રશ્ન પેપરમાં અનુસૂચિત જાતિની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દનો પ્રયોગ કરવા આવ્યો […]

Ahmedabad Gujarat
mahi 16 વિવાદ/ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટ્યાનો આક્ષેપ,પેપરમાં પ્રતિબંધિત શબ્દ વપરાયો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 3700 જગ્યા માટે આજે બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા માટે ગુજરાતભરમાંથી 10.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે આ પરીક્ષા વિવાદમાં આવી છે.

આ પરીક્ષા સમયે પેપર ફૂટી ગયા હોવાના આરોપ મુકવામાં આવ્યો છે સાથે સાથે પ્રશ્ન પેપરમાં અનુસૂચિત જાતિની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દનો પ્રયોગ કરવા આવ્યો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.પેપરમાં એવા શબ્દનો પ્રયોગ થયો છે જેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરની એમપી શાહ કોલેજમાં પેપર ફૂટ્યાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. ઉમેદવારોએ જણાવ્યું આરોપ કરતા કહ્યું હતું કે, કોલેજમાં કેટલાક બ્લોકના પેપરના સીલ તૂટેલા હતા.

ઉમેદવારોએ હોબાળો મચાવતા કહ્યું કે, સામાન્ય રીતે ક્લાસમાં પેપરનું પેકેટ આવે છે તે સીલબંધ આવે છે પરંતુ પેકેટ ખુલ્લું આવ્યું હતું. આ ઉપરાંત સીલબંધ પેપર ફાઇલમાં વિદ્યાર્થીની સહી લેવામાં આવે છે તે જગ્યા પણ ખાલી હતી. વિદ્યાર્થીની સહી પછી આ પેકેટને ખોલવામાં આવે છે પરંતુ આ પેકેટ ખુલ્લું હતું અને કોઇની સહી પણ ન હતી. ઉમેદવારોનો આરોપ છે કે ગેરરીતિ કરવા માટે પેપરના સીલ તોડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.