Not Set/ હરેન પંડ્યા હત્યા કેસનાં આરોપીનું પણ હૈદરાબાદ પોલીસે જ કર્યું હતું એન્કાઉન્ટર, જાણો સમગ્ર ઘટના

હૈદરાબાદ પોલીસ દ્વારા ગેંગરેપનાં આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેશભરનાં રોષ અને ઝખમોમાં મલમનું કામ કર્યું છે. ત્યારે આવુ જ કામ પૂર્વે પણ હૈદરાબાદ પોલીસ કરી ચૂકી છે અને ત્યારે પણ ગુજરાતનાં હૈયે હૈદરાબાદ પોલીસે ઠંંડક પહોંચાડી હતી. જી હા શું તમે જાણો છે કે તત્કાલિન ગૃહમંત્રી હરેન પંડ્યાનાં હત્યારા અને મોસ્ટ વોન્ટેડ આરોપીને કોણે ઠાર માર્યા […]

Top Stories Ahmedabad Gujarat
pjimage 1 4 હરેન પંડ્યા હત્યા કેસનાં આરોપીનું પણ હૈદરાબાદ પોલીસે જ કર્યું હતું એન્કાઉન્ટર, જાણો સમગ્ર ઘટના

હૈદરાબાદ પોલીસ દ્વારા ગેંગરેપનાં આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેશભરનાં રોષ અને ઝખમોમાં મલમનું કામ કર્યું છે. ત્યારે આવુ જ કામ પૂર્વે પણ હૈદરાબાદ પોલીસ કરી ચૂકી છે અને ત્યારે પણ ગુજરાતનાં હૈયે હૈદરાબાદ પોલીસે ઠંંડક પહોંચાડી હતી. જી હા શું તમે જાણો છે કે તત્કાલિન ગૃહમંત્રી હરેન પંડ્યાનાં હત્યારા અને મોસ્ટ વોન્ટેડ આરોપીને કોણે ઠાર માર્યા હતા…… નહી, તો આવી છે સનસનીથી ભરેલી સમગ્ર ઘટના….

હૈદરાબાદના શાદનગરમાં તેલંગાણા પોલીસે સોમવારે સવારે એક એન્કાઉન્ટરમાં બે આતંકીને ઠાર માર્યા હતા. આ બે પૈકી એક આતંકવાદી ગુજરાતના હરેન પંડ્યા હત્યા કેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી નઈમુદ્દીન ભોંગીર હોવાનું કહેવાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ મૃતક તેમનો વોન્ટેડ આરોપી નઈમુદ્દીન જ છે ને? તે મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે.

સૂત્રોનું કહેવું છે કે, એન્કાઉન્ટરમાં મરાયેલો નઈમુદ્દીન હરેન પંડ્યા કેસનો જ આરોપી છે, તેણે અબ્દુલ રઉફ સાથે 14 યુવકોને પાકિસ્તાન આતંકવાદી ટ્રેનિંગ માટે મોકલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ તે નક્સલવાદી પણ બની ગયો હતો. જમીનોના ધંધામાં સંકળાયેલા નઈમુદ્દીન અને તેના સાથી એક ફ્લેટમાં છુપાયેલો હોવાની બાતમી આધારે તેલંગાણાની સ્થાનિક પોલીસ અને NIAની ટીમે એન્કાઉન્ટરનું ઓપરેશન સફળતાથી પાર પાડ્યું હતું.

હૈદરાબાદથી 50 કિમી દૂર શાદનગરના એક મકાનમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે ત્યાંની ‘ગ્રેહાઉન્ડ’ નામની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એનઆઈએની મદદથી ઓપરેશન શરૂ કર્યું હતુ. સામસામા દસેક મિનિટ સુધી ચાલેલા ગોળીબાર બાદ આતંકીઓ તરફથી સન્નાટો છવાયો હતો. સુરક્ષાકર્મીઓએ તપાસ કરતા એક આરોપી લોહીના ખાબોચીયામાં પડ્યો હતો. મૃતકની ઓળખ અંગે તપાસ કરતા તેનું નામ નઈમ ઉર્ફ નઈમુદ્દીન ભોંગીર હોવાનું ખૂલ્યું હતું.

હૈદરાબાદ પોલીસે ઘટસ્ફોટ કર્યો છે કે, નઈમુદ્દીન 100 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો અને 1993માં એક આઈ.પી.એસ. ઓફિસરની હત્યામાં પણ તેનો હાથ હતો.

આ ઘટનાથી ગુજરાત પોલીસમાં પણ ગરમાવો આવી ગયો હતો. કારણ કે નઈમુદ્દીન ભોંગીર ગુજરાત પોલીસના ચોપડે પણ મોસ્ટ વોન્ટેડ હતો. ગુજરાતમાં નઈમુદ્દીન ઉર્ફ કલીમુદ્દીનના નામથી ઓળખાયેલા આ આતંકવાદી પર તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી હરેન પંડ્યાની હત્યા માટે રસુલ પાટી અને મુફ્તી સુફિયાન સાથે પ્લાન ઘડવાનો પણ આરોપ છે. આ ઉપરાંત ગુજરાત પોલીસના ચોપડે નોંધાયેલા જેહાદી કેસ પૈકીના 14 યુવકોને પાકિસ્તાન આતંકવાદી ટ્રેનિંગ માટે મોકલવામાં પણ અબ્દુલ રઉફ સાથે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો આરોપ લાગેલો છે. નઈમુદ્દીન અગાઉ પોલીસ જાપ્તામાંથી ભાગ્યા બાદ સતત છુપાતો ફરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન ડી.સી.પી. દીપન ભદ્રને જણાવ્યું હતું કે, નઈમુદ્દીન ક્રાઈમ બ્રાન્ચનો વોન્ટેડ આરોપી છે. હૈદરાબાદમાં જેનું એન્કાઉન્ટર થયું છે તે ક્રાઈમ બ્રાન્ચનો જ આરોપી છે કે, કેમ તે અંગે સત્તાવાર માહિતી મેળવવા પ્રયાસો ચાલુ છે. બાદમાં આ મામલે પોલીસ દ્વારા પુષ્ટી પણ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.