Tech News/ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો કેવી રીતે ડાઉનલોડ કરવા? જાણો સરળ રીત

ઇન્સ્ટાગ્રામ પર ઘણી વખત આપણે આપણા ફીડના મીડિયાને તેમજ અન્યના વીડિયો અથવા ફોટાને ડાઉનલોડ કરવા માંગીએ છીએ પણ એ થતું નથી. તો ચાલો તમને એક એવી રીત જણાવીએ જેના દ્વારા…

Top Stories Tech & Auto
Instagram Videos Download

Instagram Videos Download: ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી છે. 2010ના લોન્ચ બાદ આ ફોટો શેરિંગ એપમાં ઘણા ખાસ ફીચર્સ ઉમેરાયા છે, જેના કારણે લોકોનો રસ વધ્યો છે. સ્ટોરી ફીચર પછી આ એપ રીલ્સમાંથી એકદમ ટ્રેન્ડી બની ગઈ. જ્યારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો અથવા ક્લિપ અપલોડ કરવામાં આવે છે, ત્યારે તે 24 કલાકની અંદર આપમેળે ડિલીટ થઈ જાય છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણી વખત આપણે આપણા ફીડના મીડિયાને તેમજ અન્યના વીડિયો અથવા ફોટાને ડાઉનલોડ કરવા માંગીએ છીએ પણ એ થતું નથી. તો ચાલો તમને એક એવી રીત જણાવીએ જેના દ્વારા તમે કોઈ બીજાના ઈન્સ્ટાગ્રામ વીડિયોને ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો.

આ કરવાનો સૌથી સરળ રસ્તો ઓનલાઈન ટૂલ વડે કરી શકાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ ટૂલ્સ એટલે કે એપ્સમાં ઘણા બધા એડ-ઓન્સ આવે છે. તમે TinyWow નો ઉપયોગ કરીને તમારા PC પર Instagram વીડિયોને ડાઉનલોડ કરી શકો છો.

-તમારા Instagram એકાઉન્ટમાં લૉગ ઇન કરો. વીડિયોની ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો અને ‘કૉપી લિંક’ કરો.

-હવે, TinyWow વેબસાઇટ પર જાઓ અને ‘વીડિયો ટેબ’ પર ક્લિક કરો.

-નીચે સ્ક્રોલ કરો અને ‘ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડર’ બટન શોધો.

– પછી URL બોક્સમાં લિંક પેસ્ટ કરો અને Find પર ક્લિક કરો.

-એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી વાદળી ‘ડાઉનલોડ’ બટન પર ક્લિક કરો, અને તમે જ્યાં સેવ કરવા માંગો છો તે ફોલ્ડર પસંદ કરો.

આ સિવાય ગૂગલ પ્લે સ્ટોર પર ઘણા પ્રકારની સ્ક્રીન રેકોર્ડર એપ્સ છે, જેનાથી યુઝર્સ ફોનનો કોઈપણ વીડિયો સરળતાથી રેકોર્ડ કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત/ 31 ઓક્ટોબરે PM થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે