Ahmedabad News/ ડ્રગ્સની હેરાફેરીમાં પોલીસની સંડોવણી, SOG ક્રાઇમનો ચોંકાવનારો ખુલાસો

હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ ગાંજો થાઈલેન્ડથી લાવ્યો હોવાની સંભાવના

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : ડ્રગ્સની હેરાફેરીમાં પોલીસની સંડોવણીને પગલે હંગામો મચી ગયો છે. જેમાં SOG ક્રાઇમનો હાઇબ્રીડ ગાંજા કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ ગાંજો થાઈલેન્ડથી લાવ્યો હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. દરમિયાન તપાસમાં તેના પાસપોર્ટમાં થાઈલેન્ડનો પ્રવાસ કર્યો હોવાની એન્ટ્રી જોવા મળી છે.

થોડા દિવસો પહેલા SOG એ રખિયાલમાંથી 50 લાખનો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે રખિયાલ ધરણીધર એસ્ટેટમાંથી 500 ગ્રામ્ય હાઈબ્રીડ ગાંજા સાથે બે યુવકને ઝડપી લીધા હતા. Sog પોલીસે પ્રતીક કુમાવત અને રવિ પટેલની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી.

બંને યુવકોની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. બીજીતરફ હાઇબ્રીડ ગાંજા પ્રકરણમાં STBના ટ્રાફિક જવાન સહદેવસિંહનું નામ ખુલ્યું હતું.બંને યુવકોએ SOGની ટીમને પોલીસનો માલ હોવાનું જણાવ્યું હતું. બંને યુવકો હાઇબ્રીડ ગાંજો સહદેવસિંહ ગોવિંદસિંગ ચૌહાણ પાસેથી લાવ્યા હતા.

તપાસમાં સહદેવ સિંહ વર્ષ 2007માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભારતી થયા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી હેડ કોન્સ્ટેબલ મૂળ ધોળકા તાલુકાના ભોળાદ ગામનો વતની છે અને સહદેવસિંહ નરોડાના અમૃત પાર્ક સોસાયટીમાં રહે છે ડ્રગ રેકેટમાં નામ ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે.  ગાંજો સહદેવસિંહ ગોવિંદસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવેલો હોવાનું ખુલ્યું હતું.

આરોપી પોલીસ સહદેવસિંહ ઇન્ટરસેપ્ટર વાનમાં હાઇવે પેટ્રોલિંગની ફરજ બજાવતો હતો. એસઓજી પોલીસે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat News/ડિંગુચા કેસમાં હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરીને 20 વર્ષની સજાની ભલામણ

આ પણ વાંચો: American dream/અમેરિકન કોર્ટે ડિંગુચાના કુટુંબના મોતમાં ડર્ટી હેરી અને સ્ટીવન શેન્ડને દોષિત ઠેરવ્યા

આ પણ વાંચો:ઇસબગુલ ખરીદી બંધ, GST સ્પષ્ટતા વગર વેપારીઓનો મોટો નિર્ણય, ખેડૂતોમાં ચિંતા વધારી…