લંડન,
13,700 કરોડના પંજાબ નેશનલ બેંકના ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીને શુક્રવારે ફરીથી લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. 19 માર્ચના રોજ સેન્ટ્રલ લંડનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે 20 માર્ચે નીરવ મોદીએ કોર્ટમાં જામીન માટે અરજી આપી હતી જેને રદ કરીને કોર્ટે તેને પોલિસ કસ્ટડીમાં રાખવાનો હુકમ આપ્યો હતો અને સુનાવણી માટે 29 માર્ચની તારીખ આપી હતી.
કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન ભારત તરફથી નીરવની વિરુદ્વ અન્ય પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ટોબી કૈડમેને કહ્યું કે નીરવે એક સાક્ષીને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કૈડમૈને કોર્ટમાં જણાવ્યું કે નીરવ ભારતીય એજન્સીઓને સહાકાર આપી રહ્યો નથી.
કૈડમેને કોર્ટમાં તેની જામીન અરજીને ફગાવી દેવાની માંગ કરતા કહ્યું હતું કે નીરવ મોદીને જામીન ના મળવા જોઇએ તેના માટે પર્યાપ્ત કારણો છે. તેનું એક કારણ એ છે કે જો તેને જામીન મળશે તો તે દેશની બહાર ભાગી જાય તેવો ખતરો રહેલો છે. તદુપરાંત જો તે જેલની બહાર રહેશે તો તે પુરાવાને નષ્ટ કરવાનો અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કરી શકે છે જે એક ખતરો સાબિત થઇ શકે છે.
Toby Cadman, representing Crown Prosecution Service, had said in the London's Westminster Magistrate court that Nirav Modi called up a witness 'Ashish Lad' and threatened to killed him. https://t.co/rFHWO8GGao
— ANI (@ANI) March 29, 2019
નોંધનીય છે કે નીરવના કેસની સુનાવણી માટે સીબીઆઈ અને પ્રવર્તન નિર્દેશાલયની ટીમ લંડન ગઈ છે. સીબીઆઈ-ઈડીની ટીમમાં બંને તપાસ એજન્સીઓના જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ છે. ભારત નીરવના પ્રત્યાર્પણ દરેક પ્રયાસો કરી રહ્યું છે.
