Not Set/ મહેશ ભટ્ટે કર્યો મોટો ખુલાસો, આત્મહત્યા પહેલા જીયા ખાન મારી પાસે કામ માંગવા માટે આવી હતી

મુંબઈ ફિલ્મમેકર મહેશ ભટ્ટે હાલમાં જ જીયા ખાનને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. મહેશ ભટ્ટ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ ધ ડાર્ક સાઈડ ઓફ લાઈફ : મુંબઈ સીટી ‘ ના લોન્ચ દરમ્યાન જીયા ખાનને લગતી એક વાત શેર કરી હતી . તેમણે કહ્યું હતું કે મૃત્યુ પહેલા જીયા ખાન તેમની સાથે કામ માંગવા માટે આવી […]

Top Stories Entertainment

મુંબઈ

ફિલ્મમેકર મહેશ ભટ્ટે હાલમાં જ જીયા ખાનને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. મહેશ ભટ્ટ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ ધ ડાર્ક સાઈડ ઓફ લાઈફ : મુંબઈ સીટી ‘ ના લોન્ચ દરમ્યાન જીયા ખાનને લગતી એક વાત શેર કરી હતી . તેમણે કહ્યું હતું કે મૃત્યુ પહેલા જીયા ખાન તેમની સાથે કામ માંગવા માટે આવી હતી, પંરતુ તે સમયે તે કોઈ પણ પ્રોજેક્ટ પર કામ કરી શક્યા નહતા. જયારે જીયા ખાનના આત્મહત્યાના સમાચાર સાંભળ્યા આ સાંભળીને મહેશ ભટ્ટને ઘણું ખરાબ લાગ્યું હતું . જીયા ખાને બોલીવુડમાં ચાર ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image result for shaheen bhatt

Related image

મહેશ ભટ્ટની દીકરી અને આલિયાની મોટી બહેન શાહીન પણ લાઇમલાઈટથી ઘણા સમય થી દૂર રહેતી હતી. મહેશ ભટ્ટે પોતાની મોટી દીકરી વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે શાહીન ડીપ્રેશન નો ભોગ બની હતી. આલિયા ભટ્ટથી મોટી અને પૂજા ભટ્ટથી નાની બહેન શાહીન ૧૩ વર્ષની ઉંમરથી જ ડિપ્રેશનનો શિકાર છે.

Image result for shaheen bhatt

Image result for shaheen bhatt

એટલું જ નહી પરંતુ મહેશ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે તેમની દીકરી શાહીને માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. શાહીનની ઓક્ટોમ્બર મહિનામાં ‘ એક મેમોર ‘ ફિલ્મ આવવાની છે . આ ફિલ્મમાં તમામ પડાવને આવરી  લેવામાં આવ્યા છે જેમાંથી શાહીન પસાર થઇ ચુકી છે.

તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટ આ ફિલ્મ ‘ ધ ડાર્ક સાઈડ ઓફ મુંબઈ : મુંબઈ સીટી ‘ માં તેવા લોકોને બતાવવામાં આવ્યા છે જે લોકોને મુંબઈમાં સફળતા ન મળવાને લીધે ડીપ્રેશનમાં આવી જાય છે અને જિંદગીથી હારીને આત્મહત્યા કરી દે છે.