Not Set/ અમદાવાદ:ગો એરની ફ્લાઇટ 5 કલાક મોડી,પેસેન્જરોએ મચાવી ધમાલ

અમદાવાદ, અમદાવાદના એરપોર્ટ પર ફરી એકવાર ફ્લાઇટ મોડી પડતાં પેસેન્જરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.અમદાવાદ એરપોર્ટ પર શનિવારે સાંજે ગો એરની અમદાવાદ-ગોવા ફ્લાઇટ G8913 તેના નિયત સમયે નહીં ઉપડતાં પેસેન્જરોએ કાઉન્ટર પર બબાલ કરી હતી.ગો એરની આ ફ્લાઇટ સાંજે 6ની આસપાસ ઉપડવાની હતી પરંતું રાતે 11 વાગ્યા સુધી નહોતી ઉપડી શકી. ફ્લાઇટ મોડી પડવા અંગે ગો […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના એરપોર્ટ પર ફરી એકવાર ફ્લાઇટ મોડી પડતાં પેસેન્જરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.અમદાવાદ એરપોર્ટ પર શનિવારે સાંજે ગો એરની અમદાવાદ-ગોવા ફ્લાઇટ G8913 તેના નિયત સમયે નહીં ઉપડતાં પેસેન્જરોએ કાઉન્ટર પર બબાલ કરી હતી.ગો એરની આ ફ્લાઇટ સાંજે 6ની આસપાસ ઉપડવાની હતી પરંતું રાતે 11 વાગ્યા સુધી નહોતી ઉપડી શકી.

ફ્લાઇટ મોડી પડવા અંગે ગો એરના સુત્રો કહે છે કે ટેકનીકલ ખામી સર્જાતા ફ્લાઇટ મોડી પડી હતી.શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ગોવા જવા માટે ગો એરની નિર્ધારીત ફ્લાઇટ ટેક્નિકલ ખામીના કારણે મોડી પડી હતી.

એરપોર્ટના ઇન્ચાર્જ ડિરેક્ટર રાજીવ મહેતાએ કહ્યું કે ગોવા જતી ફલાઇટમાં ઘણાં ટેકનીકલ ઇશ્યુ સર્જાયા હતા.આ ખામીઓ નિવારવા માટે પાંચ કલાક જેટલો સમય લાગી ગયો હતો જેના કારણે ફ્લાઇટ લેટ પડી હતી.

ફ્લાઇટ મોડી પડતાં સવાસો જેટલાં મુસાફરોમાં અસંતોષ પ્રગટ થતો ગયો અને મુસાફરોને જ્યારે ખબર પડી કે હવે ફ્લાઇટ રાતના 11 વાગ્યા પછી એટલે કે તેના નિર્ધારીત સમય કરતા 5 કલાક મોડી ઉપડશે ત્યારે મુસાફરોએ એરપોર્ટ પર ધમાલ મચાવી હતી.

પેસેન્જરોના ભારે હોબાળા બાદ ફ્લાઇટ 11 વાગ્યે ઉપડી હતી,જો કે ત્યાં સુધીમાં અનેક પેસેન્જરોના શીડ્યુઅલ ખોરવાયા હતા.

ગો એરના કેટલાંક મુસાફરોએ ટીકીટના રીફંડની પણ માંગણી કરી હતી.