Congress-Election 2024/ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી રચી

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે નેશનલ એલાયન્સ કમિટી રચી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના દિશાનિર્દેશ હેઠળ અશોક ગેહલોત, ભુપેશ બઘેલ, મુકુલ વાસનિક, સલમાન ખુર્શીદ, મોહન પ્રકાશ એમ પાંચ જણની કમિટી રચવામાં આવી છે. તેમા મુકુલ વાસનિક સંયોજક છે.

Top Stories India

નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે નેશનલ એલાયન્સ કમિટી રચી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના દિશાનિર્દેશ હેઠળ અશોક ગેહલોત, ભુપેશ બઘેલ, મુકુલ વાસનિક, સલમાન ખુર્શીદ, મોહન પ્રકાશ એમ પાંચ જણની કમિટી રચવામાં આવી છે. તેમા મુકુલ વાસનિક સંયોજક છે.

આ સમિતિ એકસમાન વિચારધારાવાળા અથવા તો નજીકની વિચારધારાવાળા પક્ષો સાથે આગામી લોકસભા ચૂંટણી માટેનું જોડાણ નિશ્ચિત કરશે. તેની સાથે આ પક્ષને કેટલી બેઠકો ફાળવવી, કેટલી બેઠકો પોતે રાખવી તેના અંગેનો નિર્ણય પણ આ સમિતિ કરશે. તેની સાથે સંયુક્ત ચૂંટણી પ્રચારની વ્યૂહરચના અને તેનો કાર્યક્રમ ઘડવાની જવાબદારી પણ આ સમિતિના શિરે રહેશે.

કોંગ્રેસ ઉત્તર ભારતમાંથી હિમાચલ પ્રદેશને બાદ કરતાં નામશેષ થઈ ગઈ છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીને લઈને તેણે અત્યારથી જ હિલચાલ આદરી દીધી છે. હવે આ સમિતિ ઇન્ડિયા જોડાણ કે તેના પક્ષો સાથે સર્વગ્રાહી રીતે ચર્ચા કરશે કે પછી રાજ્યદીઠ ચર્ચા કરશે તે હજી નક્કી થયું નથી. પરંતુ મોટાભાગે અહીં રાજ્યવાર અભિગમ અપનાવવામાં આવે તેવી સંભાવના છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમિતિમાં સ્થાન પામેલા અશોક ગેહલોત તાજેતરમાં કોંગ્રેસ હારી ગયું તે રાજસ્થાનના અને ભુપેશ બઘેલ કોંગ્રેસે ગુમાવેલા છત્તીસગઢના સીએમ હતા. આમ બંને હારેલા સીએમને કોંગ્રેસને જીતાડવાનું કામ સોંપાયું છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ