Gandhinagar News/ ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો…

ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ (Sanskrit Sanman Samaroh) ખાતે 122 પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને ‘ગીતાભૂષણ’ અને…

Gujarat Gandhinagar
Sanskrit Sanman Samaroh, વિદ્યાર્થીઓ, રાજ્ય સંસકૃત બોર્ડ, ગીતાભૂષણ

Gandhinagar News: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા (Dr. Pradyuman Vaja)ની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન, ગાંધીનગર ખાતે તા. 28 માર્ચ, 2026ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો એક ગરિમામય અને ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ (Sanskrit Sanman Samaroh, Gandhinagar)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Sanskrit Sanman Samaroh, વિદ્યાર્થીઓ, રાજ્ય સંસકૃત બોર્ડ, ગીતાભૂષણ

“સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.”- શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, સંસ્કૃત ભાષા (Sanskrit Language) આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે. તેને જાળવી રાખવી અને આગળ વધારવી એ આપણી સૌની જવાબદારી છે. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને તેના મૂળ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Sanskrit Sanman Samaroh, વિદ્યાર્થીઓ, રાજ્ય સંસકૃત બોર્ડ, ગીતાભૂષણ

રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ (Sanskrit Sanman Samaroh)નું ભવ્ય આયોજન

Sanskrit Sanman Samaroh, વિદ્યાર્થીઓ, રાજ્ય સંસકૃત બોર્ડ, ગીતાભૂષણ

Sanskrit Sanman Samaroh, વિદ્યાર્થીઓ, રાજ્ય સંસકૃત બોર્ડ, ગીતાભૂષણ

આ અવસરે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના (Shrimad Bhagavad Gita Yojana) અને શત સુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત રાજ્યવ્યાપી સ્પર્ધાઓમાં ભાગ લેનારા હજારો પ્રતિભાગીઓમાંથી રાજ્ય સ્તરીય સમીક્ષા પછી 122 પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને ‘ગીતાભૂષણ’ અને ‘શતસુભાષિત પંડિત’ની પ્રતિષ્ઠિત ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.

Sanskrit Sanman Samaroh, વિદ્યાર્થીઓ, રાજ્ય સંસકૃત બોર્ડ, ગીતાભૂષણ

Sanskrit Sanman Samaroh, વિદ્યાર્થીઓ, રાજ્ય સંસકૃત બોર્ડ, ગીતાભૂષણ

તદુપરાંત, “સંસ્કૃત કક્ષ” યોજના અંતર્ગત રાજ્યભરમાં 500થી વધુ શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓને સંસ્કૃત અભ્યાસ (Sanskrit Study)ને પ્રોત્સાહન આપવા માટે અનુદાનનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગીતા પાઠ, સંસ્કૃત જ્ઞાન અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ વિદ્વાનો (Students & Scholars)નું સન્માન કરવામાં આવ્યું હતું.

Sanskrit Sanman Samaroh, વિદ્યાર્થીઓ, રાજ્ય સંસકૃત બોર્ડ, ગીતાભૂષણ

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ્યેશ ઝા (Bhagyesh Jha) અને વિશેષ અતિથિઓ તરીકે લોકભવનના મુખ્ય સચિવ અશોક શર્મા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સુકાન્તકુમાર સેનાપતિ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ સહિત અનેક સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સોમનાથ મંદિરમાં સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે : સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ

આ પણ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વ : ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરતી શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા

આ પણ વાંચો: ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક નગર વડનગર ખાતે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવનો આજે ભવ્ય શુભારંભ થયો