Mumbai News/ મુંબઈમાં બિરયાની અને તરબૂચ ખાધા બાદ પરિવારના 4 ના મોત

તબિયત ઝડપથી બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન ચારેયના મોત (Die)નીપજ્યા હતા

Top Stories India
મુંબઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મોત(Die)નો બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે

Mumbai News : મુંબઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મોત(Die)નો બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે. પાયધુની વિસ્તારમાં બનેલી આ ઘટનાએ લોકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ મોત પાછળ ફૂડ પોઈઝનિંગની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સાચું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 25 એપ્રિલની રાત્રે પરિવાર દ્વારા ઘરે જ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે આશરે 10:30 વાગ્યે કુલ 9 લોકોએ સાથે મળીને બિરયાનીનો સ્વાદ માણ્યો હતો. ભોજન બાદ સંબંધીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે અંદાજે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે પરિવારના ચારેય સભ્યોએ તરબૂચ ખાધું હતું.

સારવાર દરમિયાન ચારેયના મોત(Die) નીપજ્યા

આ પછી વહેલી સવારે પરિવારના સભ્યોને અચાનક ઉલટી અને ઝાડાની તકલીફ શરૂ થઈ હતી. તબિયત ઝડપથી બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન ચારેયના મોત નીપજ્યા હતા. મૃતકોમાં અબ્દુલ્લા દોકડિયા, તેમની પત્ની નસરીન અને તેમની બે દીકરીઓનો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. જેજે માર્ગ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો કેસ નોંધાયો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે તેમજ તે રાત્રે ખવાયેલા ખોરાકના નમૂનાઓ પણ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.

સ્થાનિક ડોક્ટરોના જણાવ્યા મુજબ, પીડિતોમાં ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ અંતિમ કારણ જાણવા માટે હિસ્ટોપેથોલોજી રિપોર્ટ અગત્યનો રહેશે. હાલ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે અને લોકોમાં આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો તપાસમાં લાગી ગઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્યમય મોત પાછળનું સાચું કારણ બહાર આવશે.


આ પણ વાંચો : જામનગરની મોટી ખાવડીમાં 45થી વધુ શ્રમિકોને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો : પાણીપુરી પડી ભારે! ભુજમાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

આ પણ વાંચો : અમદાવાદના દેત્રોજમાં ફૂડ પોઈઝનિંગનો કિસ્સો,સેવ ખમણી ખાધા બાદ અનેક લોકો બીમાર