Not Set/ મધ્યપ્રદેશ ચુંટણીમાં પરાજય બાદ શિવરાજસિંહનું રાજીનામું, કહ્યું હારની સંપૂર્ણ જવાબદારી મારી

ભોપાલ, મધ્યપ્રદેશ રાજ્યમાં 15 વર્ષથી બીજેપી સરકાર રાજ કરતી હતી. હવે કોંગ્રેસ 114 સીટ પરથી જીતીને સરકાર બનાવશે. મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીની હાર બાદ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાનું રાજીનામું આપી દીધું છે. શિવરાજસિંહ ચૌહાણે ગવર્નર આનંદીબેન પટેલને પોતાનું રાજીનામું સોપી દીધું છે. પોતાનું રાજીનામું સોપ્યા બાદ એમણે કહ્યું કે, હું હવે એકદમ આઝાદ છું. પરાજયની […]

Top Stories India Politics

ભોપાલ,

મધ્યપ્રદેશ રાજ્યમાં 15 વર્ષથી બીજેપી સરકાર રાજ કરતી હતી. હવે કોંગ્રેસ 114 સીટ પરથી જીતીને સરકાર બનાવશે. મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીની હાર બાદ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાનું રાજીનામું આપી દીધું છે.

શિવરાજસિંહ ચૌહાણે ગવર્નર આનંદીબેન પટેલને પોતાનું રાજીનામું સોપી દીધું છે. પોતાનું રાજીનામું સોપ્યા બાદ એમણે કહ્યું કે, હું હવે એકદમ આઝાદ છું. પરાજયની સંપૂર્ણ જવાબદારી હું મારા માથે લઉં છું.

શિવરાજસિંહ ચૌહાણે એમપી કોંગ્રેસ પ્રેસિડેન્ટ કમલ નાથને વિજય બદલ અભિનંદન આપ્યા હતા.

પરાજયની સ્થિતિ બાદ શિવરાજસિંહે કહ્યું કે, હાર કે જીતમાં, એક પણમાં હું ભયભીત નથી. કર્તવ્ય પથ પર જે પણ મળે, આ પણ સાચું તે પણ સાચું.

કોંગ્રેસના શોભા ઓઝાએ જણાવ્યું હતું કે કમલ નાથ પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને બપોરે 1 વાગ્યે મળશે.