Not Set/ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી

અમદાવાદ,  સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈ દરેક રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસારનાં બણગા ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે બારડોલી લોકસભા બેઠક પર ચૂંટણી પ્રસાર માટે આદિવાસી બહુલક વસ્તી ધરાવતાં તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો, આગેવાનો અને સમર્થકોની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાવામાં આવશે. ભાજપ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

 સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈ દરેક રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસારનાં બણગા ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે બારડોલી લોકસભા બેઠક પર ચૂંટણી પ્રસાર માટે આદિવાસી બહુલક વસ્તી ધરાવતાં તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો, આગેવાનો અને સમર્થકોની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાવામાં આવશે. ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. તાપી જિલ્લા પોલીસ વડાનાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીની જાહેરસભામાં સુરક્ષા માટે એક એડીજી, આઈ.જી સહિત સાત એસ.પી , 38 પી.આઈ , 140 PSI તથા 1400 પોલીસકર્મીઓ અને 200 હોમગાર્ડઝ ખડે પગે રહેશે તેમજ સી.સી.ટી.વી, ડૉગ સ્કોવોડ અને બૉમ્બ સ્કૉવોડ  સમગ્ર કાર્યક્ર્મ પર નજર રાખવામાં આવશે.