Not Set/ કપિલની સાથે-સાથે આ ટીવી એક્ટ્રેસના લગ્નની પણ વાગી શરણાઈ, જુઓ ફોટા

મુંબઇ, કોમેડિયન કપિલ શર્મા તેમની કોલેજની દોસ્ત ગીન્ની ચતરથ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્નમાં જોડાવા માટે તેમના બધા જ નિકટના મત્રો સુમોના ચક્રવર્તી, કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ, સુદેશ લહિરી પણ પહોંચી ચુક્યા છે. આવા આજેના જ દિવસે શુભ મૂહર્તમાં વિદાય ફેમ પારૂલ ચૌહાણ પણ લગ્નના તાંતણે બંધાય ચુકી છે. જણાવી […]

Entertainment

મુંબઇ,

કોમેડિયન કપિલ શર્મા તેમની કોલેજની દોસ્ત ગીન્ની ચતરથ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્નમાં જોડાવા માટે તેમના બધા જ નિકટના મત્રો સુમોના ચક્રવર્તી, કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ, સુદેશ લહિરી પણ પહોંચી ચુક્યા છે. આવા આજેના જ દિવસે શુભ મૂહર્તમાં વિદાય ફેમ પારૂલ ચૌહાણ પણ લગ્નના તાંતણે બંધાય ચુકી છે.

कपिल के साथ-साथ इस टीवी एक्ट्रेस की भी हुई विदाई, देखिए एक्सक्लूसिव तस्वीरें

જણાવી દઈએ કે સ્ટાર પ્લસના સુપરહિટ શો વિદાયમાં રાગિનીની ભૂમિકા નિભાવનાર પારૂલ ચૌહાણે આજે લગ્ન કરી લીધા છે. મુંબઇના ઇસ્કોન ટેમ્પલમાં પારૂલે ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા છે.

ચિરાગ અને પારૂલ એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. આજકાલ પારૂલ  સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં જોવા મળી રહી છે. ઇસ્કોન ટેમ્પલમાં લગ્ન કર્યા પછી આજે પારૂલ અને ચિરાગ તેમના નિકટના મિત્રો માટે આજે જ રાત્રે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરી રહ્યાં છે, જેમાં ઘણા ટેલિવિઝન સેલિબ્રિટીઝ સામિલ થવાના છે.

આપને જણાવી દઈએ કે પારૂલે ટીવી શો વિદાયથી ઘણી લોકપ્રિયતા મળવી હતી. ચિરાગ સાથે પારૂલ ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતી. પારૂલે તેના લગ્ન વિશે કહ્યું હતું કે તેના પરિવારજનો કહી રહ્યા છે કે તે જલ્દીથી લગ્નના બંધનમાં બંધાય જાય.

તેને એ પણ કહ્યું હતું કે તે ત્રણ વર્ષ પહેલા ચિરાગને મળી હતી અને બંને એકબીજાની નજદીક આવી ગયા. આપને એ પણ જણાવી દઈએ કે વિદાયથી જ પારૂલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ થઇ હતી. રાજન શાહીએ તેને લોન્ચ કરી હતી. લગ્નમાં રાજન તેમને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.