Not Set/ કૃષ્ણા રાજ કપુરના નિધન પર બોલીવુડ હસ્તીઓએ આપી શ્રધ્ધાંજલી

મુંબઈ રાજ કપૂરની પત્નીનું 87 વર્ષની વય નિધન થઇ ગયું છે. સોમવારે સવારે આશરે 4 વાગ્યાની આસપાસ તેમને છેલ્લા શ્વાસ દીધા હતા. ઘણાં વર્ષોથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહો હતી. તેઓ કપૂર પરિવારમાં સૌથી સીનીયર પર્સન હતા. કૃષ્ણા રાજ કપૂરના 5 બાળકો છે. રાજ કપૂર સાથે 1946માં તેમના લગ્ન થયા હતા. તેઓ રણધીર, રિશી, […]

Trending Entertainment

મુંબઈ

રાજ કપૂરની પત્નીનું 87 વર્ષની વય નિધન થઇ ગયું છે. સોમવારે સવારે આશરે 4 વાગ્યાની આસપાસ તેમને છેલ્લા શ્વાસ દીધા હતા.

ઘણાં વર્ષોથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહો હતી. તેઓ કપૂર પરિવારમાં સૌથી સીનીયર પર્સન હતા. કૃષ્ણા રાજ કપૂરના 5 બાળકો છે. રાજ કપૂર સાથે 1946માં તેમના લગ્ન થયા હતા. તેઓ રણધીર, રિશી, રાજીવ, રીમા, રીતુ,ના માતા હતા અને કરીના, કરિશ્મા,રણબીર, રિદ્ધિમા કપૂરના દાદી હતા. 87 વર્ષની ઉમરે પણ તેઓ ઘણા એક્ટિવ હતા. તેમને ફેમિલી પાર્ટી અને મુવી પ્રીમિયરમાં ઘણીવાર દેખાય ચુક્યા છે. થોડા સમય પહેલા તેમને તેમના પુત્ર રિશી કપૂરના બર્થ-ડે સેલિબ્રેશનના પર પેરિસમાં જોવા મળ્યા હતા.

1988માં રાજ કપૂરના નિધન પછી કૃષ્ણા રાજ કપૂરે તેમના સંપૂર્ણ પરિવારને સાથે રાખ્યો હતો. તેમના 5 બાળકોની જવાબદારી ઉઠાવી હતી. કૃષ્ણા રાજ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાય ગયો છે. ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર કૃષ્ણા રાજ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

રણધીર કપૂરે માતાનના નિધન પર દુઃખ વ્યક્ત કરતા તેમને જણાવ્યું કે “મને આ કહેતા ખુબ જ દુઃખ થઇ રહ્યું છે કે મે આજે સવારે મારી માતાએ ગુમાવી દીધા છે. “રિદ્ધિમા કપૂરે દાદીના અવસાન પર શોક વ્યક્ત કરતા તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું કે હું તમને હંમેશ પ્યાર કરતી રહી છે. RIP”

https://twitter.com/TandonRaveena/status/1046587433784156162

https://www.instagram.com/p/BoX_SSjhfrN/?utm_source=ig_embed

https://twitter.com/AnupamPKher/status/1046600343923109889