Dharm & Bhakti: અંકશાસ્ત્ર (Numerology)માં આજે તમને એક એવા મૂળાંક વિશે કહીશું જે લોકો અતિ જીદ્દી સ્વભાવના હોય છે. અહિં અમે મૂળાંક 9 (Mulank 9) વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ. પરંતુ જો એ પોતાની જીદ યોગ્ય બાબતોને લગતી હોય તો એ પોતાના દમ પર અસંભવ કાર્યને પણ સંભવ બનાવી શકે છે. જીવનમાં ભલે ને કેટલીયે મુશ્કેલીઓ ભલે ને ન આવે પણ એ કદી હાર માનતા નથી. આ લોકો પોતાનું નસીબ (Luck) જાતે લખે છે. તો જાણીએ…આ કયા મૂળાંકના વ્યક્તિઓ છે?
આ છે મૂળાંક 9 (Mulank 9)
અહિં અમે મૂળાંક 9 વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ. મહિનાની 9, 18 અથવા 27 તારીખે જન્મેલા લોકો (9, 18 or 27 born)નો મૂળાંક 9 હોય છે. આ જાતકોના મૂળાંકનો સ્વામી ગ્રહ મંગળ છે. જેને જ્યોતિષ શાસ્ત્રમાં સાહસ અને ઊર્જાનો કારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ…આ મૂળાંકના લોકોની ખાસિયત…

જીદ્ એમની સૌથી મોટી શક્તિ
મૂળાંક 9ના જાતકો અત્યંત જીદ્દી (Stubborn) હોય છે. જો એને કોઈ ચેલેન્જ (Challenge) કરવાનો પ્રયાસ કરે તો એમને હરાવીને જ દમ લે છે. એમની જીદ નકારાત્મક નથી હોતી, પરંતુ એમની અંદર કંઇક કરી છૂટવાનું ઝનૂન (Obsession) હોય છે.
ક્યારેય હાર માનતા નથી
મંગળ (Mangal Grah)ના પ્રભાવના કારણે આ લોકો જન્મજાત યોદ્ધા હોય છે અને ક્યારેય હાર માનતા નથી (Never Give up)! જીવનમાં આવનારા દરેક પડકારોનો હિંમતથી સામનો કરે છે. અસંભવને પણ સંભવ કરવાનું એમનામાં એક પ્રકારનું ઝનૂન હોય છે.

આ રીતે બદલે છે કિસ્મતની રેખાઓ
અંક જયોતિષ અનુસાર, મૂળાંક 9 વાળાનું પ્રારંભિક જીવન સંઘર્ષપૂર્ણ હોય છે. પરંતુ એ પોતાની મહેનતના બળે શૂન્યથી શિખર (Success) સુધી પહોંચી જાય છે. એ ભાગ્યના ભરોસે બેસી રહેતા નથી પરંતુ, કઠીન પ્રયાસોથી પોતાનું નસીબ જાતે લખે છે.
પરોપકારી સ્વભાવ
મૂળાંક 9 વાળા લોકો બહારથી ભલે સખત દેખાતા હોય પરંતુ અંદરથી એ ઘણા કોમળ (Helping Nature) હોય છે. અન્યની તકલીફ એ જોઇ શકતા નથી અને મદદ માટે ત્વરિતપણે તૈયાર થઇ જાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો ગણેશજીનો પ્રિય અંક કયો છે? તમને કેવું ફળ મળશે…
આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
