સુરતમાં વસતા અને બોલિવૂડ તેમજ ભોજપુરી ફિલ્મોમાં ઍક્ટિંગનું કામ કરતા યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે. એક્ટર સવારે ઉઠીને વરાછા સ્થિત પોતાના ઘરે ભોજપુરી ગીતના શૂટિંગની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન આખું શરીર જકડાઈ જતા, તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ તૃપ્તીનગરમાં, મૂળ કાનપુરના અભિષેક સીંગ (28) પરિવાર સાથે રહે છે. અભિષેક બોલિવૂડ અને ભોજપુરી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકયા છે.

આજે વરાછામાં ભોજપુરી ગીતનું શૂટિંગ કરવાનું હોવાથી તૈયારીઓ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે એક આયુર્વેદિક ગોળી ખાધા આખું શરીર જકડાઈ ગયું હતું. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ પોલીસને થતા, પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. અને આગળની તાપસ હાથ ધરી છે.
