આવક વેરા વિભાગે આઈટીઆર ભરવાની અંતિમ તારીખને એક મહિનો પાછળ ઠેલી છે. કેન્દ્ર સરકારે આઈટીઆર ભરવા માટે 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.
નાણાં મંત્રાલયે આ વિષે જાણકારી આપી છે. નાણાં મંત્રાલયે કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ(CBDT)એ આવક વેરા રિટર્ન ફાઈલ કરવાની ડ્યું ડેટ આગળ વધારી છે. ટેક્સ પેયર્સની સંબંધિત શ્રેણિયોં માટે અંતિમ તારીખ 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આપ આવક વેરા રિટર્ન ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકો છો. આઈટીઆર ભરવા માટે આપની આવક સાથે જોડાયેલા બધા દસ્તાવેજો તૈયાર કરવા પડશે. આમ આપની કંપની તરફથી મળેલું ફોર્મ 16, બેન્ક એકાઉન્ટ ડિટેલ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેશન અને લોન ડીટેલ પણ શામેલ છે.
જો આપે આઈટીઆર ડ્યું ડેટ બાદ ભર્યું તો ભારે દંડ ચૂકવવો પડી શકે છે. ડ્યું ડેટ પર આઈટીઆર ના ભરવા પર 5000 રૂપિયા સુધીની પેનલ્ટી લાગી શકે છે.

આ ઉપરાંત આપણે ઈન્ક્મ ટેક્સ એક્ટની અલગ-અલગ કલમો હેઠળ નોટિસ પણ આપવામાં આવી શકે છે. એટલા માટે આઈટીઆર ભરવા દરમિયાન આવકથી જોડાયેલી બધી સાચી જાણકારી આપવી જરૂરી છે.
