કાશ્મીર,
કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સાથે સુરક્ષાબળોની અથડામણ થઈ હતી.દક્ષિણ કાશ્મીરના પુલવામાના લસ્સીપોરા જિલ્લામાં સોમવારે વહેલી સવારથી સીઆરપીએફ અને એસઓજીની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું.સુરક્ષકર્મીઓ સાથેની આ અથડામણમાં ચાર આંતકવાદીઓ માર્યા ગયા હતા.
લસ્સીપોરમાં વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું,જેમાં આંતકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ગોળીબારો થયા હતા.આ અથડામણમાં લશ્કર એ તોયબાના ચાર આંતકવાદીઓ માર્યા ગયા હતા.
ઠાર મરાયેલા આંતકવાદીઓ પાસેથી બે એકે 47 રાઈફલ્સ, એક એસએલઆર અને એક પિસ્તોલ મળી આવી હતી.આ અથડામણ પહેલા લસ્સીપોરમાં આંતકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સીઆરપીએફની 44મી બટાલિયને ઓપરેશન શરૂ કર્યું હતું.
આ વિસ્તારમાં હજુ પણ બે કે ત્રણ આંતકીઓ છુપાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.સુરક્ષાકર્મીઓએ તેમનું સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.
