Travel News/ પેરિસ-માલદીવને ભૂલી જશો! હનીમૂન માટે આ 4 દેશો છે અત્યારે કપલ્સની પહેલી પસંદ

લગ્ન પછી Honeymoon માટે પેરિસ કે માલદીવ જવાને બદલે આ 4 સુંદર દેશોની મુલાકાત લો. આઈસલેન્ડની નોર્ધન લાઈટ્સથી લઈને ગ્રીસના સુંદર બીચ સુધીની સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

Top Stories Trending Lifestyle
Honeymoon

Best International Honeymoon Places: લગ્ન નક્કી થયા પછી દરેક કપલ માટે સૌથી મોટો પ્રશ્ન ‘હનીમૂન ડેસ્ટિનેશન'(Honeymoon) નો હોય છે. જો તમે તમારા પાર્ટનર સાથે કોઈ એવી જગ્યાએ જવા માંગતા હોવ જે માત્ર સુંદર જ નહીં પણ યુનિક પણ હોય, તો આ 4 દેશો તમારી યાદીમાં હોવા જોઈએ.

Honeymoon

આઈસલેન્ડ: જાદુઈ આકાશ અને નોર્ધન લાઈટ્સ

જો તમારે ધરતી પર જન્નત જોવી હોય તો આઈસલેન્ડ(Honeymoon) બેસ્ટ છે. અહીંની ખાસિયત ‘નોર્ધન લાઈટ્સ’ (Aurora Borealis) છે, જેમાં આકાશ લીલા, ગુલાબી અને જાંબલી રંગમાં રંગાઈ જાય છે. અહીંના સુંદર કાફે અને શાંત બીચ નવપરિણીત કપલ્સ માટે એક હેલ્ધી એન્વાયરમેન્ટ પૂરું પાડે છે.

Honeymoon

ગ્રીસ: ઐતિહાસિક સુંદરતા અને બેસ્ટ સનરાઈઝ

દક્ષિણ યુરોપમાં આવેલો ગ્રીસ દેશ તેના ઐતિહાસિક સ્થાપત્યો અને ક્રિસ્ટલ ક્લિયર બીચ માટે જાણીતો છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે એથન્સનું એક્રોપોલિસ, એપોલો ટેમ્પલ અને મેટિઓરા જેવી વિશ્વ પ્રસિદ્ધ જગ્યાઓ એક્સપ્લોર કરી શકો છો. ગ્રીસનો સનરાઈઝ (સૂર્યોદય) અને નાઈટ લાઈફ તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે.

Honeymoon

હવાઈ આઈલેન્ડ: રોમેન્ટિક વાઈબ્સ અને સક્રિય જ્વાળામુખી

શાંતિ અને રોમેન્ટિક વાતાવરણ માટે હવાઈ આઈલેન્ડ દુનિયાભરમાં જાણીતું છે. અહીંના સુંદર જંગલો અને રોમેન્ટિક બીચ સિવાય તમે સક્રિય જ્વાળામુખી (Active Volcano) પણ જોઈ શકો છો, જે તમારા ટ્રિપમાં એક રોમાંચ ભરી દેશે.

Honeymoon

બહામાસ: લક્ઝરી અને હાર્બર આઈલેન્ડ (Honeymoon)

જો તમારું બજેટ મોટું છે અને તમે કોઈ લક્ઝરી અનુભવ લેવા માંગતા હોવ તો કેરેબિયન દેશ બહામાસ શ્રેષ્ઠ છે. અહીંનો પિગ બીચ (Pig Beach) અને પેરાડાઈઝ આઈલેન્ડ ખૂબ જ લોકપ્રિય છે. સનબાથ લેવા માટે અહીંના બીચ દુનિયામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Honeymoon

વિદેશ જતા પહેલા આ ખાસ બાબતોનું ધ્યાન રાખો:

ડોક્યુમેન્ટ્સ: પાસપોર્ટ અને વિઝા સૌથી પહેલા તૈયાર કરી લો.

કરન્સી: જે દેશમાં જઈ રહ્યા હોવ ત્યાંની કરન્સી અગાઉથી એક્સચેન્જ કરી લો.

રિસર્ચ: જવાના 15-20 દિવસ પહેલા ત્યાંના હવામાન અને લોકલ ટ્રાન્સપોર્ટ વિશે રિસર્ચ જરૂર કરો.


આ પણ વાંચો:  પલટી નાખ્યો દુનિયાનો નકશો! દરિયાની વચ્ચે બનેલા આ મેન-મેડ આઇલેન્ડ્સ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: ભારતના આ 5 નેશનલ પાર્કમાં માણો બોટ સફારી, મગરના જન્મથી લઈને તરતા વાઘ સુધીનો રોમાંચ

આ પણ વાંચો:  જંગલના રાજા સિંહને નજીકથી જોવા છે? આ 5 નેશનલ પાર્ક છે વન્યજીવ પ્રેમીઓની પહેલી પસંદ