Surat News/ PP સવાણી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ હોસ્ટેલના 9મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું

Suratના કોસંબામાં આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના 19 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલના નવમા માળેથી કૂદી આપઘાત કર્યો છે. કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Surat
Surat PP Savani University Student Suicide

Surat PP Savani University Student Suicide: દક્ષિણ ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા પીપી સવાણી યુનિવર્સિટી (PP Savani University) ના કેમ્પસમાં આજે એક કાળજું ધ્રુજાવી દેતી ઘટના બની છે. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીએ હોસ્ટેલના નવમા માળેથી મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લેતા સમગ્ર શૈક્ષણિક જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રહસ્યમય સંજોગોમાં નવમા માળેથી લગાવી છલાંગ

મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થીની ઓળખ પેન્ડલા રામનાઈડુ (ઉંમર 19 વર્ષ) તરીકે થઈ છે. પેન્ડલા રામનાઈડુ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. આજે અચાનક રહસ્યમય સંજોગોમાં તેણે હોસ્ટેલ બિલ્ડિંગના 9મા માળેથી નીચે પડતું મૂક્યું હતું. નવમા માળની ઊંચાઈ પરથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

એન્જિનિયરિંગના વિદ્યાર્થીના પગલાથી રહસ્ય ઘેરાયું

મૃતક વિદ્યાર્થી પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. હજુ તો તેની કારકિર્દીની શરૂઆત જ થઈ હતી ત્યાં તેણે આવું અંતિમ પગલું કેમ ભર્યું? તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસના કોઈ ભાર હેઠળ હતો કે પછી અન્ય કોઈ માનસિક તણાવ કે પારિવારિક સમસ્યા હતી? આ બાબતે હાલ રહસ્ય ઘેરાયેલું છે. વિદ્યાર્થીના આત્મહત્યાના સમાચાર મળતા જ અન્ય વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો છે.

Surat કોસંબા પોલીસ એક્શનમાં

ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસની ટીમ યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે વિદ્યાર્થીના મોબાઈલ ફોન, તેના મિત્રોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. પરિવારજનોના આગમન બાદ જ આ આઘાતજનક પગલાં પાછળનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો : મહિલાનો બે બાળકોની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ, અન્ય બનાવમાં માતાએ 4 બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું

આ પણ વાંચો : ગાંધીનગર સચિવાલયમાં જવાનનો આપઘાત

આ પણ વાંચો : ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકીને કર્યો આપઘાત, સરકારી બેડામાં મચ્યો ખળભળાટ