મુંબઈ ગયા રવિવારે કેથે પેસિફિક ફ્લાઈટ હોંગકોંગથી મુંબઈ માટે ટેકઓફ થઈ હતી પરંતુ અચાનક તેને બેંગકોક ડાયવર્ટ કરવી પડી હતી. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીના કારણે કરવામાં આવ્યું હતું. એરલાઈને જણાવ્યું હતું કે પેસેન્જર અને તેના પરિવારને બેંગકોકમાં ઉતારવામાં આવ્યા હતા અને પ્લેન ફરી એકવાર તેના ગંતવ્ય માટે ઉપડ્યું હતું.
એરલાઈને કહ્યું, ‘મેડિકલ ઈમરજન્સીના કારણે હોંગકોંગથી મુંબઈ આવી રહેલી CX663ને બેંગકોક તરફ વાળવામાં આવી હતી. “કેથે પેસિફિક ટીમે બેંગકોકમાં ઓપરેશન ટીમનો સંપર્ક કર્યો અને ખાતરી કરી કે તબીબી કટોકટી ધરાવતા પેસેન્જરને આગમન પર યોગ્ય તબીબી સહાય મળે.” પેસેન્જર અને તેના પરિવારને બેંગકોકમાં ઉતાર્યા પછી, પ્લેન મુંબઈ માટે ઉપડ્યું.
આ પણ વાંચો :Crime/સગીર ભત્રીજી સાથે સંબંધ બાંધનારા પતિનું લિંગ કાપી નાંખ્યું
આ પણ વાંચો :Africa/આફ્રિકન દેશ કોંગોમાં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે, અત્યાર સુધીમાં 22 લોકોનાથયા મોત
