Valsad Umargam Mamlatdar Suicide Case: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે બરાબરનો જામ્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ચૂંટણીની કામગીરી વચ્ચે જ એક ઉચ્ચ કક્ષાના મહેસૂલી અધિકારીએ અચાનક આવું અંતિમ પગલું ભરી લેતા સમગ્ર જિલ્લાના વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
Valsad : ફોર્મ ચકાસણીની રાત્રે જ રેલવે સ્ટેશન પર આપ્યો જીવ
પ્રાપ્ત માહિતી અનુસાર, ડી.સી. બ્રાહ્મણકાચ્છની ઉમરગામ મામલતદાર તરીકેની નિમણૂંકને હજુ માંડ એક જ વર્ષનો સમય થયો હતો. હાલમાં ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં ઉમેદવારી ફોર્મની ચકાસણીના દિવસે જ મોડી રાત્રે તેઓએ ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. તેમનો મૃતદેહ રેલવે ટ્રેક નજીકથી મળી આવતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી.
કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા
ચૂંટણીના માહોલ વચ્ચે જ મામલતદાર કક્ષાના અધિકારીના આપઘાતના સમાચાર મળતા જ વલસાડ જિલ્લા વહીવટી તંત્રમાં ભૂકંપ આવી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિત વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યો હતો.
રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા
આજે મૃતક મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં કલેક્ટર, અધિક કલેક્ટર, વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્ય રમણ પાટકર અને અરવિંદ પટેલ સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ મૃતકને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
આ પણ વાંચો:વલસાડના નર્મદા સાંસ્કૃતિક ભવનમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્કિંગમાં આગ, મહેમાનોમાં અફરાતફરી
આ પણ વાંચો:વલસાડમાં દારૂ ભરેલી કારમાં લાગી આગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત
આ પણ વાંચો:વલસાડની GIDCમાં લાગી ભયંક આગ, કામદારોનો આબાદ બચાવ
