Bhavnagar News/ ભાવનગર :વલ્લભીપુરના નવાગામ ગામે ફૂડ પોઈઝનિંગ

Food Posioning :નવાગામની શાળામાં ભણતા 6 થી 14 વર્ષના આશરે 19 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું

Gujarat Others
વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામમાં શાળાના બાળકોમાં ફૂડ પોઈઝનિંગ(Food Posioning)ની ઘટના સામે આવી છે.

Bhavnagar News : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામમાં શાળાના બાળકોમાં ફૂડ પોઈઝનિંગ ની ઘટના સામે આવી છે.

19 બાળકોને Food Posioning થયું

નવાગામની શાળામાં ભણતા 6 થી 14 વર્ષના આશરે 19 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. બાળકોે શાળામાં પાવ ભાજી ખાધા બાદ અચાનક ઝાડા અને ઊલટીની તકલીફ અનુભવતા તેમને તાત્કાલિક વલ્લભીપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ આરોગ્ય કેન્દ્રની ટીમે તરત જ સારવાર શરૂ કરી હતી. સારવાર બાદ તમામ બાળકોની હાલત સ્થિર અને સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે વલ્લભીપુરના મામલતદાર પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તબીબો સાથે બાળકોની તબિયત અંગે ચર્ચા કરી હતી.


આ પણ વાંચો : અમદાવાદના ધોળકાના કૌકા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના

આ પણ વાંચો : સતલાસણાની મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ, 22 વિદ્યાર્થીઓની તબિયત બગડી

આ પણ વાંચો : અમદાવાદ જમાલપુરમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગ: 35થી વધુ લોકો બીમાર