Mahesana News/ સતલાસણાની મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ, 22 વિદ્યાર્થીઓની તબિયત બગડી

વિદ્યાર્થિનીઓને રાત્રે ફૂડ પોઈઝનિંગ (Food poisoning)ની અસર થઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલમાં રહેલી તમામ વિદ્યાર્થિનીઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

Top Stories Gujarat Breaking News
ફૂડ પોઈઝનિંગ (Food poisoning)ની અસર થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા

Mahesana News: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરીયાપુર(Goriyapur) ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડેલ સ્કૂલ(Aadarsh Nivasi Model School) ની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ (Food poisoning)થી વિદ્યાર્થિની તબિયત કથળી. ક્રિસમસની ઉજવણી બાદ રાત્રિભોજન લીધા પછી 20થી 22 વિદ્યાર્થિનીઓને અચાનક ફૂડ પોઈઝનિંગ (Food poisoning)ની અસર થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને દોડધામ મચી ગઈ હતી.

રાત્રિભોજન અને ચોકલેટથી બગડી તબિયત-ફૂડ પોઈઝનિંગ (Food poisoning)

સૂત્રો અનુસાર, સ્કૂલ હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી બાદ વિદ્યાર્થિનીઓએ રાત્રિનું ભોજન લીધું હતું અને ત્યારબાદ શિક્ષિકાઓ દ્વારા ચોકલેટ પણ આપવામાં આવી હતી. થોડા સમય પછી અચાનક કેટલીક વિદ્યાર્થિનીઓને સતત ઉધરસ, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ થવા લાગી.

પાંચ એમ્બ્યુલન્સ દ્વારા વડનગર સિવિલમાં ખસેડાયા બાળકો

પરિસ્થિતિ ગંભીર બનતાં સ્કૂલ સંચાલન દ્વારા તાત્કાલિક તબીબી મદદ મંગાવવામાં આવી. પાંચ એમ્બ્યુલન્સ મારફતે અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. રાત્રિના સમયે આ ઘટના બનતાં માતા-પિતા અને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી હતી.

ઓક્સિજન લેવલ ઘટતાં ચિંતાજનક સ્થિતિ

જિલ્લા પંચાયતના સદસ્ય કુલદીપ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે કેટલીક વિદ્યાર્થિનીઓને અસહ્ય ઉધરસ થવાથી તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. જોકે તાત્કાલિક સારવાર મળતાં હાલ તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર છે અને સુધારા પર છે.

આરોગ્ય વિભાગે ભોજનના સેમ્પલ લીધા

ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હોસ્ટેલના ભોજન તથા અન્ય ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ફૂડ પોઈઝનિંગ (Food poisoning)ના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ફૂડ પોઈઝનિંગ (Food poisoning)ભોજનથી થયું કે ચોકલેટથી થયું હશે.

વિદ્યાર્થિનીએ શું જણાવ્યું?

ડામોર પ્રિંકલબેન લક્ષ્મણભાઈ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, “ક્રિસમસની રજા હોવાથી અમે ઉજવણી કરી. સાંજે ડેકોરેશન બાદ જમીને થોડું નાચ્યા. ત્યારબાદ મેડમે ચોકલેટ આપી. ચોકલેટ ખાધા પછી અમને વાંચવાનું હતું, ત્યારે અચાનક છોકરીઓને ઉધરસ અને ઉલટી થવા લાગી.” તેણે વધુમાં જણાવ્યું કે શિક્ષકોએ તરત જ રિક્ષા બોલાવી અને પછી એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લઈ ગયા.

165માંથી 22 વિદ્યાર્થિનીઓ અસરગ્રસ્ત

આ સ્કૂલમાં કુલ 165 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 20થી 22 વિદ્યાર્થિનીઓને રાત્રે ફૂડ પોઈઝનિંગ (Food poisoning)ની અસર થઈ હતી. હાલ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલમાં રહેલી તમામ વિદ્યાર્થિનીઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

માતા-પિતાઓમાં ચિંતા

ઘટનાની જાણ થતાં જ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓના માતા-પિતા વડનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બાળકોની તબિયત સુધારા પર હોવાની માહિતી મળતાં તેમણે થોડી રાહત અનુભવી છે, પરંતુ હોસ્ટેલના ભોજનની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરના ઝાક ગામમાં ફૂડ પોઈઝનિંગનો ગંભીર કિસ્સો,106 બાળકો પ્રભાવિત, 12 સિવિલ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:નવસારીના જલાલપુરમાં 100થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા

આ પણ વાંચો:અમરેલીના દરેડ ગામે 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું