ઉનાળાનો પ્રારંભ થતાં કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. જૂનાગઢની પ્રખ્યાત એવી કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. હાલ, માર્કેટિંગ યાર્ડમાં 1000 કેરીના બોક્ષ આવ્યાં છે. ખેડૂતોના અનુમાન પ્રમાણે, ચાલુ વર્ષે કેરીનું 50 ટકા જેટલું ઉત્પાદન થશે. પ્રારંભથી જ કેરીના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. હાલ, કેરીના ભાવ 600 થી 1200 રૂપિયા ધરતીપુત્રોને મળી રહ્યાં છે.

Health / ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા અપનાવો આ આસાન ટ્રીક
ઉનાળાનો પ્રારંભ થતાં કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. જૂનાગઢની પ્રખ્યાત એવી કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. હાલ, માર્કેટિંગ યાર્ડમાં 1000 કેરીના બોક્ષ આવ્યાં છે. ખેડૂતોના અનુમાન પ્રમાણે, ચાલુ વર્ષે કેરીનું 50 ટકા જેટલું ઉત્પાદન થશે. પ્રારંભથી જ કેરીના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. હાલ, કેરીના ભાવ 600 થી 1200 રૂપિયા ધરતીપુત્રોને મળી રહ્યાં છે. જૂનાગઢની પ્રખ્યાત એવી કેસર કેરી ની જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ધીમી ધીમી સરુવત ફાળો ના રાજા તરીકે ઓળખાતી કેરી હવે ધીમે ધીમે માર્કેટ માં આવી રહી છે તેમાં પણ ખાસ કરી ને લોકો ની પ્રિય એવી કેસર કેરી ની શરૂઆત થઈ ચૂકી છે. હાલ માર્કેટિંગ યાર્ડ માં 1000 જેટલા કેરી ના બોક્ષ આવે છે ને ધીમે ધીમે વધારે કેરી નો જથ્થો આવવા ની શરૂવાત થશે, ખેડૂતો ના અનુમાન પ્રમાણે આ વર્ષે કેરી નું 50% જેટલું ઉત્પાદન થશે ત્યારે શરૂવાત થીજ કેરી ના સારા એવા ભાવ ખેડૂતો ને મળી રહ્યા છે.

ગુનાખોરી: શહેરમાં ફરી એક વખત 15 વર્ષની સગીરા હેવાનિયતનો ભોગ બની, આરોપીની ધરપકડ
હાલ કેરીનાં શરુઆતમાં ભાવ 600 થી 1200 રૂ ભાવ ખેડૂતો ને મળી રહ્યો છે અને આગામી દિવસો માં ભાવ ઘટે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. જ્યારે મોર આવવા ની સીઝન માં ઝાકળ, કમોસમી વરસાદ, મોડે સુધી સિયાળા ની અસર અને ભારે પવન ના કારણે કેરી ના મોર ખરી પડતા અને કેરી ખરી પડતા ખેડૂતો ને 50% કેરી ના ઉત્પાદન નો લાભ મળશે તેવું હાલ અનુમાન લગાવાઇ રહ્યું છે. આ સિવાય ઘણી જગ્યા એ આંબા માં રોગ આવવા ના કારણે પણ ખેડૂતો ના બાગાયતી પાક માં નુકસાની થઈ હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે અને તેને લઈ સરકાર દ્વારા બાગાયતી પાકો માટે પણ સહાય પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો ની માંગ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
