અમદાવાદ (Amdavad)માં ડ્રગ્સ નેટવર્કનો મોટો પર્દાફાશ થયો છે…સ્મગલરોએ વિદેશથી ડ્રગ્સ ઘુસાડવા માટે એક એવો આઇડિયા અજમાવ્યો કે કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ગયા!
ફોરેન પોસ્ટ ઓફિસમાં કઇ રીતે શંકા ગઇ?
અમદાવાદ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું.આ દરમિયાન થાઇલેન્ડ (Thailand) થી આવેલા એક શંકાસ્પદ પાર્સલ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની નજર પડી અને ખેલ બગડી ગયો.
કાગળ પર ‘લાકડું’,અંદર કંઇક બીજું જ!
કાગળો પર લખાણ હતું કે આ બોક્સની અંદર ‘વુડન બ્લોક્સ’ એટલે કે લાકડાના સજાવટી ટુકડા છે,જેથી એરપોર્ટ કે પોસ્ટ પર કોઇને શંકા ન જાય.પરંતુ જ્યારે કસ્ટમ્સની ટીમે આ ખોખું ખોલ્યું તો હોશ ઉડી ગયા!
ખોખું ખોલતા જ શું મળ્યું?
બોક્સની અંદર ઝીણવટભરી તપાસ કરતાં બે પોલિથિન પેકેટો મળી આવ્યા હતા.જ્યારે તેની મેડિકલ ટેસ્ટિગ કીટ દ્વારા તપાસ કરવામાં આવી,ત્યારે કાગળ પર લાકડાનો દાવો કરનાર પાર્સલમાંથી હાઇ-ક્વોલિટીનો ગાંજો નીકળ્યો.
કેટલો જથ્થો જપ્ત કરાયો?
કસ્ટમ્સ વિભાગે તોલમાપ કરતા કુલ 467.5 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કર્યો છે.આ આખો જથ્થો કાયદાકીય રીતે એનડીપીએસ એક્ટ હેઠળ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
અમદાવાદમાં આ કાળો માલ કોના માટે હતો?
આંતરરાષ્ટ્રીય સ્તરે બેઠેલા આ ડ્રગ માફિયાઓએ આ પાર્સલ અમદાવાદમાં કયા એડ્રેસ પર અને કોના માટે મોકલ્યું હતું? આ ડ્રગ સિન્ડિકેટ પાછળ કયા મોટા માથાઓ છે, તેની પાછળ કસ્ટમ્સ અને લોકલ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી 11 કિલો ગાંજો ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર 20 કરોડથી વધુનો ગાંજો જપ્ત: બેંગકોકથી આવેલા યુપીના યુવકની ધરપકડ
આ પણ વાંચો:રાજકોટમાં SOGનો સપાટોઃ જસદણમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, ત્રણની ધરપકડ
