Bharuch News/ ભરૂચ: નિર્માણાધિન મોલીની દિવાલ ધરાશાય થતા પિતા-પુત્રનું મોત

ભરૂચમાં બનેલી દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાન થતાં સમગ્ર મંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભયાનક અકસ્માતમાં પિતા અને પુત્ર બંનેએ એકસાથે જીવ ગુમાવ્યો છે જ્યારે બે મહિલાનો બચાવ થયો છે.

Gujarat Others Breaking News
Bharuch

Bharuch News: ભરૂચમાં દિવાલ ધસી પડતા એકજ પરિવાના બે વ્યક્તિના મોત થતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી.  દિવાલ પડવાની દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા-પુત્રના કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ભરૂચ (Bharuch)માં દિવાલ તુટી પડતા પિતા- પુત્રના મોત

ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં શોપિંગ મોલના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. આ બાંધકામ સાઇટની એક મોટી દિવાલ અચાનક નજીકમાં આવેલા એક મકાન પર ધસી પડી હતી. દિવાલ એટલી ભારે હતી કે આખું મકાન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. રાત્રે વરસતા વરસાદમાં દિવાલ ધરાશાય થતા મકાનમાં સુતેલા પિતા-પુત્રના મોત થયા હતા. જ્યારે બે પરિવારની  બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો.

એક જ પરિવારના 4 સભ્યો દટાયા

ગતરાતથી અવિરત વરસતા વરસાદના કારણે મોલની કન્ટ્રક્શન સાઈટ પર બનેેલી દિવાલ અચાનક મકાન પર ધરશાય થઈ હતી.  દિવાલ ધરાશાયી થતાં મકાનની અંદર હાજર એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર ઇજાઓ થવાને કારણે પિતા અને પુત્ર બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જોકે, સદનસીબે પરિવારની મહિલાઓને સમયસર કાટમાળમાંથી જીવતી બહાર કાઢી લેવામાં આવી હતી, જેમનો આબાદ બચાવ થયો છે.

પાલિકાની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને પિતા-પુત્રના મૃતદેહો અને ઇજાગ્રસ્ત મહિલાઓને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારની નજીક બની રહેલા શોપિંગ મોલના બાંધકામમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તે અંગે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો: ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા-પુત્રના મોત

આ પણ વાંચો: રાજ્યમાં 22 કલાકમાં 72 તાલુકાઓમાં વરસાદ, કાળઝાળ ગરમી અને બફારાથી લોકોને મળી રાહત

આ પણ વાંચો:જો ઘર ખરીદનારાઓની છત ટપકતી હોય કે દિવાલો પરથી પ્લાસ્ટર ખરી પડતું હોય તો તેઓએ શું કરવું જોઈએ? તેમણે ક્યાં જવું જોઈએ?