Panchmahal News/ ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા-પુત્રના મોત

જૂનું મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક દિવાલ તૂટી (Wall Collapse)પડી હતી

Gujarat Others
ભગોળ વિસ્તારના ચિઠીયાવાડ ખાતે જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી (Wall Collapse)થતા બે લોકોના મોત નિપજ્યા હતા

Panchmahal News : પંચમહાલ જિલ્લાના ગોધરા (Godhra) શહેરમાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. ભગોળ વિસ્તારના ચિઠીયાવાડ ખાતે જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી (Wall Collapse)થતા બે લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.

માહિતી અનુસાર, જૂનું મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક દિવાલ તૂટી પડી હતી. દિવાલ નીચે દબાઈ જતાં દયાળ ગામના રહેવાસી શ્રમિક અને તેમના ચાર વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. સુરક્ષા વ્યવસ્થાના અભાવ અને યોગ્ય તકેદારી ન રાખવામાં આવતા આ દુર્ઘટના બની હોવાનું લોકો કહી રહ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : વીજાપુર નજીક દિવાલ ધરાશાયી થતાં 6 મજૂરો દટાયા, 3ના મોત

આ પણ વાંચો : કડીના દેઉસણામાં દિવાલ ધરાશાયી થતા કિશોરનું નિપજયું મો

આ પણ વાંચો : હાલોલ GIDCમાં દીવાલ ધરાશાયી, દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા, દિવાલ ધરાશાયી થતા 4 બાળકોના મોત, મધ્યપ્રદેશથી કામ કરવા આવ્યા હતા શ્રમિકો, 2 મહિલા સહિત 4 લોકો