Not Set/ કળીયુગમાં રીક્ષા ચાલકના 14 વર્ષીય પુત્રની ઈમાનદારી આવી સામે, પરત કર્યો….

આ ઘોર કલિયુગમાં જયારે લોકો નાની નાની વાતમાં મારામારી અને કાપાકાપી પર આવી જાય છે ત્યારે એક સામાન્ય પરિવારના રીક્ષા  ચાલકના 14 વર્ષીય દીકરાએ ઈમાનદારીની મિશાલ પૂરી પાડી છે. આજના બાળકો જયારે આખો દિવસ મોબાઈલ માં ગેમ રમવામાં વ્યસ્ત હોય છે, અથવા મોબાઈલ માટે જીદે ચઢતા હોય છે ત્યારે આ બાળકે હાથમાં આવેલો મોબાઈલ સામે […]

Ahmedabad Gujarat

આ ઘોર કલિયુગમાં જયારે લોકો નાની નાની વાતમાં મારામારી અને કાપાકાપી પર આવી જાય છે ત્યારે એક સામાન્ય પરિવારના રીક્ષા  ચાલકના 14 વર્ષીય દીકરાએ ઈમાનદારીની મિશાલ પૂરી પાડી છે. આજના બાળકો જયારે આખો દિવસ મોબાઈલ માં ગેમ રમવામાં વ્યસ્ત હોય છે, અથવા મોબાઈલ માટે જીદે ચઢતા હોય છે ત્યારે આ બાળકે હાથમાં આવેલો મોબાઈલ સામે ચાલીને પોલીસ મથકે જમા કરાવીણે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પડ્યું છે.

પ્ર્પાપ્ત વિગતો અનુસાર 14 વર્ષીય જુનેદખાન  ઇમરાન ખાન પઠાન નામનો કિશોર, જે દરિયાપુર ખાતે સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે,  તે  શાહપુર પોલીસ મથક પાસે થી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તામાં પડેલો એક મોબાઈલ હાથ લાગ્યો હતો. નોકિયા કંપનીના આ ફોનની હાલમાં બજાર કિમત આશરે 8000 જેટલી હતી.

જુનેદે આ મોબાઈલ પોતાની પાસે ના રાખતા નજીકમાં આવેલા શાહપુર પોલીસ મથક ખાતે જમા કરાવ્યો હતો. અને પોલીસ દ્વારા આ મોબાઈલ તેના મૂળ માલિક જૈનીલભાઈ  જસ્મીનભાઇ ને પરત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જુનેદખાન ના પિતા એક સામાન્ય રીક્ષા ચાલક છે. તેઓ રીક્ષા ચલાવીને  પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ પોતાના બાળકોને એક સારા માનવી તરીકેના ઉમદા સંસ્કાર આપ્યા છે. જેનું  ઉત્તમ ઉદાહરણ તેમના દીકરાએ પૂરું પાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.