Banaskantha News : રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે ચૌધરી અને રબારી (Rabari)સમાજ વચ્ચે હંમેશાં ભાઈચારો અને એકતા રહી છે. તેમણે જણાવ્યું કે ચૌધરી સમાજ શાંત અને સંસ્કારી સ્વભાવનો છે.
તેમના મુજબ, આ સમગ્ર ઘટનામાં માત્ર પાંચ-છ લોકો દ્વારા બદઈરાદાથી કામ કરવામાં આવ્યું હતું. આ લોકોએ અન્ય લોકોને ઉશ્કેર્યા અને આખી ઘટનાને અંજામ આપ્યો. સંમેલન દરમિયાન પણ ચૌધરી સમાજના વડીલોનું અપમાન કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું.

ઠાકરસિંહ રબારીએ યુવાનોને અપીલ કરી કે તેઓ શાંતિ ભંગ કરે તેવી કોઈ પ્રવૃત્તિમાં જોડાય નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમાજના આગેવાનો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.
તેમણે વધુમાં કહ્યું કે આ સંમેલન પણ ખોટા ઈરાદાથી બોલાવવામાં આવ્યું હતું અને બન્ને સમાજને એકબીજાથી અલગ પાડવાની કોશિશ કરવામાં આવી હતી. અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આ હુમલો માત્ર રબારી સમાજ પર નહીં પરંતુ સમગ્ર ઊણ ગામ પર કરવામાં આવ્યો હતો.
