કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા પ્રખ્યાત હિન્દુ મંદિરના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના ઘર પર એક પછી એક 14 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બુધવારે રાત્રે સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના ઘર પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. જોકે ગોળીબારમાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ ગોળી વાગવાથી ઘરને નુકસાન થયું હતું.
મંદિરના પ્રમુખ સતીશ કુમારે જણાવ્યું હતું કે તેમના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઓછામાં ઓછા 14 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસ કેટલાક કલાકો સુધી ઘટનાસ્થળે રહી, પુરાવાઓની તપાસ કરી, સાક્ષીઓ સાથે વાત કરી અને સંભવિત સીસીટીવી ફૂટેજ માટે પડોશમાં તપાસ કરી. માહિતી અનુસાર, સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘરે બુધવારે વહેલી સવારે ફાયરિંગ થયું હતું. આ ઘટના સરેમાં 80મી એવન્યુના 14900 બ્લોકમાં એક નિવાસસ્થાને બની હતી.
તે જ સમયે, પોલીસે કહ્યું કે હુમલામાં ઘરને નુકસાન થયાના સમાચાર છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સતીશ કુમાર લક્ષ્મી નારાયણ મંદિર, સરેના પ્રમુખ છે. આ હુમલાને ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ મંદિરમાં આયોજિત વિરોધ પ્રદર્શનના બદલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
તેમને જણાવ્યું હતું કે ગયા મહિને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ જ્યારે મંદિર સંકુલ પર હુમલો કરવા માટે ભેગા થયા હતા ત્યારે તેમની સામે મંદિરમાં પ્રતિ-વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રીજી વખત છે જ્યારે લક્ષ્મી નારાયણ મંદિર અથવા તેના સભ્યો ખાલિસ્તાન સમર્થકોના હુમલાનો શિકાર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પ્રખ્યાત હિંદુ મંદિરમાં ભારત વિરોધી ગ્રેફિટી સાથે તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે ભારતીય સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જાણકારી અનુસાર, મધ્યરાત્રિએ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાન જનમતના પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા હતા. તે સમયે, બ્રેમ્પટનના મેયરે મંદિરની દિવાલોને બદનામ કરીને ભારત પ્રત્યે નફરતના સંદેશાઓ ફેલાવવાના કૃત્યની સખત નિંદા કરી હતી.
આ પણ વાંચો :Crime/સગીર ભત્રીજી સાથે સંબંધ બાંધનારા પતિનું લિંગ કાપી નાંખ્યું
આ પણ વાંચો :Africa/આફ્રિકન દેશ કોંગોમાં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે, અત્યાર સુધીમાં 22 લોકોનાથયા મોત
આ પણ વાંચો :Israel alert/દિલ્હીમાં દૂતાવાસ નજીક બ્લાસ્ટ બાદ ઈઝરાયેલ એલર્ટ, નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી