ગુજરાત/ સુરતમાં મેટ્રોની બેદરકારીના લીધી યુવકનો લેવાયો ભોગ

સુરત શહેરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું છે.

Gujarat Top Stories Surat
YouTube Thumbnail 2023 12 20T121530.565 સુરતમાં મેટ્રોની બેદરકારીના લીધી યુવકનો લેવાયો ભોગ
  • સુરત: મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારી
  • સુરતમાં ગૂમ થયેલા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
  • પાલનપુર જકાતનાકાનો બનાવ
  • મેટ્રો કામ ચાલુ હોવાથી ખાડામાં પડી ગયો હતો યુવક
  • ઘરેથી ત્રણ દિવસ પહેલા બહાર ગયો હતો

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મેટ્રોના ચાલી રહેલા કામ માટે ખોડેલા ખાડામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.આ મૃતદેહ મામલે તપાસ કરતા બાજુમાં જ રહેતા યુવાન ની હોવાનું સામે આવ્યું હતું.આ યુવાન છેલ્લા ત્રણ દિવસ થી ગુમ હતોહાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે

સુરત શહેરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું છે.તેવીજ રીતે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પણ મેટ્રો પ્રોજેકટ અંતર્ગત ખોદકામ કરાયું છે.આ ખોડેલા ખાડામાં પાણી ભર્યું હતું..જોકે આ ખાડામાં કામ કરવાનું  કર્મીઓ એ શરૂ કર્યું હતું તે દરમિયાન તેમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.સ્થાનિકો તેમજ પોલીસને તાત્કાલિક જાણ કરાઈ હતી.જેને લઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

લોકોનું ટોળું ઊભેલું જોઈ બધા લાશને ઓળખવાનો પ્રયાસ કરતા હતા ત્યાં મૃતકના બનેવી આવ્યા હતા અને આ લાશ તેમના સાળા 37 વર્ષીય ધર્મેશ કદમની હોવાનું જણાવ્યું હતું.આ ધર્મેશ ભાઈ પોતાની બહેનને નાકા પર મુકવા ગયા હતા ત્યારબાદ ત્રણ દિવસથી ગાયબ હતા જેની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન ધર્મેશ ભાઈની લાશ મળી આવી હતી

ઘટનાને પગલે  પરિવાર શોકમા ગરકાઉ થઈ ગયો હતો ઘટના બાદ પરિવારજનોએ મેટ્રો પ્રશાસન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.ત્રણ દિવસ પહેલા આ યુવાન મેટ્રો ટ્રેનના ખાડામાં પડી ગયો હતો.જો કે તેમાં પાણી ભરેલું હોવાથી કોઈને પણ જાણ થઈ ન હતી મેટ્રોની આ કામગીરી સામે પરિવારજને આક્ષેપ કરતા કહ્યું હતું કે મેટ્રો પ્રશાશનએ રાહદારીઓ માટે કોઈપણ પ્રકારની સુરક્ષા મૂકી નથી અને સુરક્ષા ન હોવાના કારણે આ ઘટના બની છે.ઘટનાને પગલે પરિવારજનોએ ન્યાયની માગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો