ગુજરાત/ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, જાણો ક્યાંથી ઝડપાઈ નકલી ઘી બનવાવાની ફેકટરી

નકલી ઘીના વેપારનો પર્દાફાશ થયો છે. લીલીયાના પીપળવા ગામમાં આરઓ પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 20T123209.528 લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, જાણો ક્યાંથી ઝડપાઈ નકલી ઘી બનવાવાની ફેકટરી
  • અમરેલી: સૌથી મોટા નકલી ઘીના કૌંભાડનો પર્દાફાસ
  • લીલીયામાંથી નકલી ઘી બનવાવાની ફેકટરી ઝડપાઇ
  • પીપળવા ગામ નજીક ચાલતી હતી નકલી ઘીની ફેકટરી
  • નકલી ઘીની ફેક્ટરી ઉપર મોડી રાતે દરોડા પડાયા

Amreli News: ગુજરાતમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે.  એક પછી એક નકલી બનાવટોનો પર્દાફાશ થઇ રહ્યો છે. ક્યારેક નકલી જીરું તો ક્યારેક નકલી પનીર સહિત અન્ય વસ્તુઓ પકડાઈ રહી છે. આ વચ્ચે અમરેલી જિલ્લામાં નકલી ઘીના વેપારનો પર્દાફાશ થયો છે. લીલીયાના પીપળવા ગામમાં આરઓ પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડા પાડીને નકલી ઘીના વેપારનો પર્દાફાશ કર્યો છે.

YouTube Thumbnail 2023 12 20T123303.888 લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, જાણો ક્યાંથી ઝડપાઈ નકલી ઘી બનવાવાની ફેકટરી

લીલીયાનાં પીપળવા ગામના રહેણાક નજીક ડૂબલિકેટ ઘીની ફેક્ટરી ઉપર મોડી રાતે દરોડા પાડવામાં આવ્યા હતા. લીલીયા PSI સિદ્ધરાજ સિંહ ગોહિલ, DYSP સહિતની ટીમ ત્રાટકી હતી. અમૃત મિનરલ વોટર પાણીનાં પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમએ સેમ્પલ લીધા છે.

આ પહેલા ગઈકાલે બનાસકાંઠાના ડીસા GIDCમાં પણ શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરી પર ફૂડ વિભાગની રેડ પડી હતી. જેમાં શંકાસ્પદ ઘી અને વનસ્પતિ ઘી સહિત આઠ નમૂના લેવાયા હતા. ફૂડ વિભાગે 9.50 લાખનું 3200 કિલો ઘી જપ્ત કર્યું હતું. છેલ્લા ત્રણ માસમાં ઘી બનાવતી ડીસા જીઆઇડીસીની ચાર ફેક્ટરીઓમાં ફૂડ વિભાગની રેડ પડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો