Curfew/ દિલ્હીમાં ન્યૂયર સેલિબ્રેશન પર પ્રતિબંધ, પોલીસનો નાઇટ કર્ફ્યુ

દિલ્હીમાં જાહેર સ્થળે 5 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. નવા વર્ષની ઉજવણીના કોઈ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે નથી, અને 31 ડિસેમ્બરે સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી લોકો સાર્વજનિક સ્થળે ભેગા થઈ શકશે નહીં.

Top Stories India
a 462 દિલ્હીમાં ન્યૂયર સેલિબ્રેશન પર પ્રતિબંધ, પોલીસનો નાઇટ કર્ફ્યુ

દેશમાં કોરોના સંક્રમણના કેસ ઓછો થયા છે, પરંતુ આ ખતરો હજુ પણ ટળ્યો નથી. નવા વર્ષના પ્રસંગે કોરોના કેસમાં વધારો ન થાય તે માટે દિલ્હી સરકારે દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં જાહેર સ્થળે 5 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. નવા વર્ષની ઉજવણીના કોઈ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે નથી, અને 31 ડિસેમ્બરે સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી લોકો સાર્વજનિક સ્થળે ભેગા થઈ શકશે નહીં. આ સિવાય 2 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી લોકો જાહેર સ્થળોએ એકઠા થઈ શકશે નહીં.

બેંગલુરુ સહિત સમગ્ર કર્ણાટકમાં કડક પગલા અમલમાં રહેશે

કોવિડ -19 મહામારીના સંજોગોને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી કરવા માટે એકત્ર થતી ભીડને અટકાવવા બેંગલુરુ સહિત સમગ્ર કર્ણાટકમાં કડક પગલા અમલમાં મૂકવામાં આવશે. કર્ણાટકના ગૃહ પ્રધાન બસવરાજ બોમ્મઇએ બુધવારે આ માહિતી આપી હતી. મંત્રીએ કહ્યું કે તેમણે રાજ્યના અને શહેર માટે અપાયેલા માર્ગદર્શિકા અને પ્રતિબંધો અંગે પોલીસ નાયબ, પોલીસ કમિશનર અને શહેરના પોલીસ મહાનિદેશક સાથે વાત કરી છે. તેમજ તેમને કડક રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બોમ્મઇએ પત્રકારોને જણાવ્યું હતું કે એમજી રોડ, બ્રિગેડ રોડ, કોરામંગલા અને ઇન્દિરા નગર સહિત અન્ય સ્થળોએ ભીડ એકત્રીત કરવા પર પ્રતિબંધ હશે કારણ કે પ્રતિબંધિત આદેશો અમલમાં રહેશે. તેમણે કહ્યું, “ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કમિશનરને તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવતા પબ અને ક્લબને નિયંત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.”

નવા વર્ષ નિમિત્તે પબ્સ અને ક્લબમાં યોજાયેલ કાર્યક્રમો, પાર્ટીઓ, ડીજે ઇવેન્ટ્સ અને આવા તમામ વિશેષ કાર્યક્રમો પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, જ્યાં ભીડ એકત્રીત થાય છે અને સામાજિક અંતરના નિયમોનું પાલન થતું નથી. ભીડ એકત્રીત કરવાનું બંધ કરવામાં આવશે પરંતુ તમામ વિસ્તારોમાં રોજિંદી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલુ રહશે. બેંગલુરુ શહેરમાં, 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધિત આદેશો લાગુ રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…