Not Set/ ગુજરાતમાં પણ હવે આવી ગયો કોરોનાનો નવો સ્ટ્રેન, સુરતમાં નોંધાયો પ્રથમ કેસ

સમગ્ર વિશ્વ કોરોના મહમામારીનો છેલ્લા આઠ મહિનાથી સામનો કરી રહ્યું છે એવામાં વેક્સિનની શોધ બાદ લોકોને તેમાંથી છુટકારો મળવાની આશા બંધાઈ હતી. એવામાં બ્રિટનના નવા સ્ટ્રે

Top Stories Gujarat
1

મંતવ્ય ન્યુઝ બ્રેકિંગ….
સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ
ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત
યુવતીના પરિવારના બે લોકો થયા ચેપગ્રસ્ત
કોવિડ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં રખાયા
માતા અને બંને પુત્રીની તબિયત નોર્મલ
પરણિતાના પિતાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

સમગ્ર વિશ્વ કોરોના મહમામારીનો છેલ્લા આઠ મહિનાથી સામનો કરી રહ્યું છે એવામાં વેક્સિનની શોધ બાદ લોકોને તેમાંથી છુટકારો મળવાની આશા બંધાઈ હતી. એવામાં બ્રિટનના નવા સ્ટ્રેને દેશભરમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે વિદેશથી આવતા તમામ લોકોની કડક ચકાસણી થાય છે. ગુજરાતમાં ઇન્ગલેન્ડથી સુરતના હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત આવતા તેને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે.

 

Gujarat / રાજકોટ AIIMSના વડાપ્રધાન મોદી દ્વારા ઈ-ખાતમુહર્ત માટે મુખ્યમ…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ યુવતી ક્રિસમસ વેકેશનની રજાઓ હોવાને કારણે 10 ડિસેમ્બરના રોજ વાયા દિલ્હીથી સુરત આવી આવી હતી. જે બાદ યુવતી 20 ડિસેમ્બરના રોજ બ્રિટન જવા માટે જવાની હતી તે માટે તે દિલ્હી એરપોર્ટ પણ પહોંચી હતી પરંતુ બ્રિટનની તમામ ફ્લાઇટ રદ થવાને કારણે આ યુવતી પરત સુરત આવી હતી.

Covid-19 / UK માં નવા સ્ટ્રેનનો આતંક યથાવત, સતત બીજા દિવસે પણ નોંધાયા આ…

આ અંગેની તંત્રને જાણ થયા બાદ તરત જ તંત્ર કામગીરી ચલાવીને તપાસ કરી હતી. જેમાં આ યુવતીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા. યુવતી સાથે ઘરમાં રહેતી તેની બહેન, માતા અને પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં માતા અને બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે.જેના કારણે આ ત્રણેવ દર્દીઓને નવી સિવિલના દસમા માળે આ માટેના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…